For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના સીએમ કેજરીવાલે એલજીને પત્ર લખ્યો, કહ્યુ - કોરોનાની સ્થિતિ સારી, છઠ પૂજા માટે મંજૂરી મળે

છઠ પૂજાને લઈને દેશની રાજધાની દિલ્લીમાં અસમંજસની સ્થિતિ હજુ પણ યથાવત છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છઠ પૂજાને લઈને દેશની રાજધાની દિલ્લીમાં અસમંજસની સ્થિતિ હજુ પણ યથાવત છે. આ દરમિયાન દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ(એલજી) અનિલ બેજલને 10 નવેમ્બરે યોજાનાર છઠ પૂજા માટે પત્ર લખ્યો છે. દિલ્લી સીએમે પોતાના પત્રમાં લખ્યુ કે, 'દિલ્લીમાં કોવિડની સ્થિતિ સારી છે. મારા વિચારથી, બધા કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને છઠ પૂજાની અનુમતિ આપવી જોઈએ.'

arvind kejriwal

કેજરીવાલે કહ્યુ કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે પડોશી રાજ્યોએ પણ પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે યોગ્ય પ્રતિબંધો સાથે છઠ પૂજા મનાવવાની અનુમતિ આપી છે. મારો તમને અનુરોધ છે કે યથાશીઘ્ર ડીડીએમએની બેઠક બોલાવીને છઠ પૂજા સમારંભના આયોજનની અનુમતિ પ્રદાન કરો. વાસ્તવમાં, 10 નવેમ્બરે યોજાતી છઠ પૂજાને લઈને દિલ્લીમાં રાજનીતિ થઈ રહી છે.

સાર્વજનિક સ્થળોએ છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ સામે મનોજ તિવારીએ મંગળવારે સીએમ આવાસની બહાર પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન તે પાણીનો મારા દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. ભાજપ નેતાઓએ જણાવ્યુ કે તિવારી(50)ને સફરદરગંજ હૉસ્પિટલથી લઈ જવામાં આવ્યો હતો જ્યાં ચેકઅપ બાદ તેમને રજા આપવામાં આવી હતી. વળી, હવે છઠ પૂજાના આયોજનોને લઈને થઈ રહેલ રાજનીતિ દરમિયાન કેન્દ્ર સરકારે મોટુ નિવેદન આપ્યુ છે.

મીડિયા રિપોર્ટ મુજબપ કેન્દ્રએ સ્પષ્ટ કર્યુ છે કે છઠ પર્વનુ આયોજન સરકારના પ્રોટોકૉલના હિસાબે જ થશે. આ નિવેદન આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્રને લખેલા એ પત્ર બાદ આવ્યુ છે જેમાં દિલ્લી સરકારના મંત્રી મનીષ સિસોદિયાએ છઠ મનાવવાને લઈને મંતવ્ય માંગ્યુ હતુ.

English summary
Delhi CM Arvind Kejriwal wrote a letter to LG Anil Baijal regarding Chhath Puja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X