For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેશ્યાવૃત્તિ માટે લવાયેલી 39 યુવતીઓને સ્વાતિ માલીવાલે છોડાવી

દેશની રાજધાનીમાં ચાલી રહેલ મોટુ આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ રેકેટ સામે આવ્યુ છે. અહીં દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલિસની મદદથી મંગળવારે મોડી રાતે 39 યુવતીઓને આ રેકેટમાંથી છોડ

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં ચાલી રહેલ મોટુ આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ રેકેટ સામે આવ્યુ છે. અહીં દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલિસની મદદથી મંગળવારે મોડી રાતે 39 યુવતીઓને આ રેકેટમાંથી છોડાવી છે. આ બધી યુવતીઓને પહાડગંજ વિસ્તારમાંથી આઝાદ કરાવવામાં આવી. જાણકારી મુજબ આ બધી યુવતીઓને નેપાળથી અહીં વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવી હતી પરંતુ સમય રહેતા આ યુવતીઓને બચાવી લેવામાં આવી. આ બધી મહિલાઓ પહાડગંજની એક હોટલમાં હતી જ્યાંથી તેમને છોડાવવામાં આવી છે.

સંયુક્ત ઓપરેશનમાં છોડાવવામાં આવી

સંયુક્ત ઓપરેશનમાં છોડાવવામાં આવી

આ પહેલા પણ સ્વાતિ માલીવાલે મંગળવારે 18 મહિલાઓને છોડાવી હતી. આ મહિલાઓ વસંત વિહાર પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી છોડાવવામાં આવી હતી. આ સંયુક્ત અભિયાન વારાણસી પોલિસની ગુના શાખા અને દિલ્હી પોલિસે મળીને કર્યુ હતુ ત્યારબાદ એક મકાનમાં છાપો મારીને 18 નેપાળી મહિલાઓને છોડાવવામાં આવી હતી. પોલિસે જણાવ્યુ હતુ કે આ મહિલાઓને છેલ્લા કેટલાક દિવસથી એક ઘરમાં બંધ કરીને રાખવામાં આવી હતી અને તેમને ટ્રાફિકિંગ દ્વારા ખાડી દેશોમાં મોકલવાની યોજના હતી.

ખાડીના દેશ મોકલવાની હતી તૈયારી

ખાડીના દેશ મોકલવાની હતી તૈયારી

પોલિસે આ મામલે પૂછપરછ માટે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઘટના વિશે સ્વાતિ માલીવાલે જણાવ્યુ કે મહિલાઓને આશ્રય ગૃહ મોકલવામાં આવશે અને ત્યારબાદ તેમને નેપાળી વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે જે જગ્યાએ આ મહિલાઓને રાખવામાં આવી હતી ત્યાંથી કુલ 68 પાસપોર્ટ જપ્ત કરવવામાં આવ્યા છે જેમાંથી 7 પાસપોર્ટ ભારતીય છે. પોલિસ અનુસાર આ નેપાળી મહિલાઓને વારાણસી લાવવામાં આવી અને ત્યારબાદ તેમને ખાડીના દેશ મોકલવાની તૈયારી હતી.

ગરીબ પરિવારની છે મહિલાઓ

ગરીબ પરિવારની છે મહિલાઓ

જે મહિલાઓને પોલિસે છોડાવી છે તે નેપાળના ભૂકંપ પ્રભાવિત વિસ્તારની રહેવાસી છે. મહિલા આયોગ અનુસાર આ મહિલાઓ ખૂબ જ ગરીબ પરિવારની છે અને તે ભૂકંપ પ્રભાવિત વિસ્તારની રહેવાસી છે. આમાંથી મોટાભાગની મહિલાઓએ ભૂકંપમાં પોતાના ઘર ગુમાવી દીધા છે અને તેમનો પરિવાર ખતમ થઈ ચૂક્યો છે. મોટાભાગની મહિલાઓની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચેની છે.

English summary
Delhi Commission for Women (DCW) rescued 39 girls from a hotel in Paharganj late last night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X