For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી કોંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, રેસમાં આ નેતાઓ સૌથી આગળ

દિલ્હી કોંગ્રેસને મળી શકે છે નવા અધ્યક્ષ, રેસમાં આ નેતા આગળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શું આગામી સમયમાં દિલ્હી કોંગ્રેસમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે? આ સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે કેટલાક સમય પહેલા જ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકન પોતાનું પદ છોડી દેશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. જો કે જલદી જ પાર્ટીએ આ અહેવાલનું ખંડન કરી દીધું હતું. આ બધાની વચ્ચે અજય માકન સ્વાસ્થ્ય કારણે તેઓ પૂરી રીતે પાર્ટી સંગઠનના કામ કરી શકતા નથી. એમણે કેટલાય પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવા હાલાતમાં એમ માનવામાં આવી રહ્યું છે કે અજય માકન જલ્દી જ પોતાનું પદ છોડશે અને એમની જગ્યાએ અન્ય કોઈ નેતાને જવાબદારી મળી શકે છે. હાલ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદની રેસમાં જે નેતાઓના નામ ચર્ચામાં છે એમાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે.

શું શીલા દીક્ષિત બનશે દિલ્હી કોંગ્રેસના નવાં અધ્યક્ષ?

શું શીલા દીક્ષિત બનશે દિલ્હી કોંગ્રેસના નવાં અધ્યક્ષ?

પૂર્ટી સૂત્રો મુજબ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ માટે શીલા દીક્ષિતના નામ પર ચર્ચાનું મુખ્ય કારણ એમનું કદ અને અનુભવ માનવામાં આવી રહ્યું છે. જો કે શીલા દીક્ષિત પાસે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષની સાથો-સાથ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો સારો અનુભવ છે. આ ઉપરાંત શીલા દીક્ષિતને દિલ્હીની કમાન આપવામાં આવે છે તો પાર્ટીમાં એકજુટતાની સંભાવના વધી શકે છે, જો કોઈ નવા નામ પર મોહર લગાવવામાં આવી તો પાર્ટીમાં આંતરીક ઝઘડા વધી શકે છે. એવામાં પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ તરીકે એમનાથી સારા વિકલ્પ મળી રહ્યા નથી.

આ માટે શીલા દીક્ષિત છે અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ

આ માટે શીલા દીક્ષિત છે અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ

બીજી બાજુ 2019ની લોકસભા ચૂંટણીને જોતા કોંગ્રેસ રાજધાની દિલ્હીમાં પોતાની તૈયારીઓ કોઈપણ રીતે નબળી રાખવા માગતી નથી. આ જ કારણ છે કે પાર્ટી પોતાની વરિષ્ઠ નેતા પર દાવ લગાવી શકે છે. સૂત્રો મુજબ દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષ બદલવાને લઈને ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે અજય માકને હાલમાં જ સોમવારે દિલ્હીના પાર્ટી પ્રભારી પીસી ચાકો સાથે મુલાકાત કરી. સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન એમણે પોતાના સ્વાસ્થ્ય કારણનો હવાલો આપતા પાર્ટી અધ્યક્ષની જવાબદારી આગળ નિભાવવા નથી માગતા.

2019ને લઈ કોંગ્રેસ આલાકમાન બનાવી રહ્યા છે નવી રણનીતિ

2019ને લઈ કોંગ્રેસ આલાકમાન બનાવી રહ્યા છે નવી રણનીતિ

જો કે પીસી ચાકોએ આ અહેવાલોનું ખંડન કરી દીધું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અજય માકને અધ્યક્ષ પદ છોડવાની વાત કહી છે, એમણે એમ જરૂર કહ્યું કે સ્વાસ્થ્ય ઠીક નથી એવામાં પાર્ટીએ એમની જગ્યાએ જલદી જ બીજો વિકલ્પ શોધવો પડશે. એમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ચૂંટણી પ્રચારને લઈને દિલ્હીની બહાર છે, તેઓ પરત ફરશે ત્યારે એમની સાથે મુલાકાત કરીને આ મામલે ફેસલો લેવામાં આવશે. જો કે અજય માકન હાલ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે.

શીલા દીક્ષિત સહિત ચાર નેતાના નામ પર ચર્ચા

શીલા દીક્ષિત સહિત ચાર નેતાના નામ પર ચર્ચા

હાલ લોકસભા ચૂંટણીને લઈને વધુ સમય બચ્યો નથી. એવામાં પાર્ટી આલાકમાનમાં દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. જે નામો પર ચર્ચા થઈ રહી છે એમાં પૂર્વ મુખ્યમંત્રી શલા દીક્ષિતનું નામ સૌથી આગળ છે. ઉપરાંત પૂર્વ સાંસદ મહાબલ મિશ્રા, દિલ્હી વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર યાદવનું નામ ચર્ચામાં છે.

જાસૂસી અને સ્નૂપ પીએમ મોદીની એક માત્ર સફળ યોજના: તેજસ્વી યાદવજાસૂસી અને સ્નૂપ પીએમ મોદીની એક માત્ર સફળ યોજના: તેજસ્વી યાદવ

English summary
Delhi Congress may get new chief soon, Sheila Dikshit frontrunner in this post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X