For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજસ્વી અને રાબડીને કોર્ટમાંથી મળ્યા જામીન, લાલૂ પર સુનાવણી 19 નવેમ્બરે

આઈઆરસીટીસી ગોટાળા મામલે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં રાબડી દેવી, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને અન્યને જામીન મળી ગયા છે.

|
Google Oneindia Gujarati News

આઈઆરસીટીસી ગોટાળા મામલે દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં રાબડી દેવી, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને અન્યને જામીન મળી ગયા છે. આ મામલે મુખ્ય આરોપી અને આરજેડી પ્રમુખ લાલૂ યાદવની સુનાવણમી થવાની હતી પરંતુ અસ્વસ્થ હોવાના કારણે તે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ શક્યા નહિ. આ મામલે આગામી સુનાવણી 19 નવેમ્બરે થશે. 19 નવેમ્બરે લાલૂ યાદવની હાજરી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા થશે.

lalu-rabri-tajasvi

તેજસ્વી યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થયા. કોર્ટમાં સીબીઆઈએ તેજસ્વી અને રાબડીના જામીનનો વિરોધ કર્યો હતો. પરંતુ કોર્ટે સીબીઆઈની વિરોધ અરજી ફગાવી દીધી. આ મામલે લાલૂ પ્રસાદ યાદવને છોડી અન્ય બધાને નિયમિત જામીન આપી દીધા છે. અસ્વસ્થ હોવાના કારણે લાલૂ આ મામલે હાજર થઈ શક્યા નહિ. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આરોપીઓની જામીન અરજી ફગાવી દેવાની અરજી આપી દીધી હતી. જેને કોર્ટે ફગાવી દીધી.

આ પણ વાંચોઃ ચૂંટણી આયોગ પર કોંગ્રેસનો હુમલો, પીએમ મોદીની રેલીના કારણે બદલ્યો પીસીનો સમયઆ પણ વાંચોઃ ચૂંટણી આયોગ પર કોંગ્રેસનો હુમલો, પીએમ મોદીની રેલીના કારણે બદલ્યો પીસીનો સમય

કોર્ટે બંનેને એક લાખ રૂપિયાના ખાનગી મુચલકા પર જામીન આપી. આ સાથે બંનેના પાસપોર્ટ જમા કરી લીધા છે. પટિયાલા હાઉસ કોર્ટે આઈઆરસીટીસી ગોટાળા મામલે આગામી સુનાવણી 19 નવેમ્બરે થશે. 19 નવેમ્બરે લાલૂ યાદવની હાજરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. આ મામલે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રાંચી અને પુરીમાં ચાલતી બે હોટલોની દેખરેખનું કામ સુજાતા હોટલ્સ નામની કંપનીને આપવા સાથે જોડાયેલુ છે. વિનય અને વિજય કોચર આ કંપનીના માલિક છે. આ કેસમાં લાલૂ પર આરોપ છે કે ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દૂરુપયોગ કર્યો. ચાર્જશીટમાં ઈડીએ લાલૂ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વ યાદવ, પૂર્વ મંત્રી પ્રેમચંદ્ર ગુપ્તા, તેમની પત્ની સરલા ગુપ્તા અને તત્કાલિન એમડી બી કે અગ્રવાલ ઉપરાંત અન્ય લોકોને આરોપી બનાવ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારતઆ પણ વાંચોઃ અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત

English summary
Delhi court grants bail to Rabri Devi and Tejashwi Yadav in IRCTC scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X