CBSE Paper Leak: ક્રાઇમ બ્રાન્ચે ઘણા ઠેકાણે દરોડા પાડ્યા
સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થયા પછી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઘણી જગ્યા પર દરોડા પાડી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીની ઘણી જગ્યા પર દરોડા પાડી રહી છે અને એવા લોકોને શોધી રહી છે જેઓ પેપર લીક કરવા મામલે સંડોવાયેલા છે. આપણે જણાવી દઈએ કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થયા પછી સીબીએસઈ બોર્ડ ઘ્વારા બંને પેપરની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સીબીએસઈ રિજનલ ડાયરેક્ટર ઘ્વારા આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. ત્યારપછી તેની જાંચ માટે એક સ્પેશ્યલ એસઆઈટી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 10મી અને 12મી પરીક્ષા પેપર લીક થયા મામલે બે ફરિયાદ નોંધવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ઘ્વારા પેપર લીક મામલે જે એસઆઈટી ગઠિત કરવામાં આવી છે તેનું નેતૃત્વ જોઈન્ટ કમિશનર કરશે. આપણે જણાવી દઈએ કે સરકાર ઘ્વારા આ મામલે આંતરિક જાંચ કરવા માટે પણ આદેશ આપ્યા છે.
સીબીએસઈ બોર્ડનું 10મી અને 12મી ગણિત અને અર્થશાસ્ત્ર નું પેપર લીક થયું હતું. ત્યારપછી બોર્ડ ઘ્વારા બંને પરીક્ષા ફરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને ધોરણની ફરી પરીક્ષા તારીખ ખુબ જ જલ્દી આવી જશે. એક અઠવાડિયાની અંદર તેનું સર્ક્યુલર જાહેર કરી દેવામાં આવશે.
સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થવા મામલે પીએમ મોદીએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે વાત કરી પોતાની નારાજગી દર્શાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ઘ્વારા આખા મામલે સખત પગલાં લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.