For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં સરકાર નહીં બનતા સુપ્રીમની મોદી સરકારને ફટકાર

|
Google Oneindia Gujarati News

lg
નવી દિલ્હી, 28 ઓક્ટોબર: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં સરકાર ગઠનના સંબંધમાં નિર્ણય લેવામાં મોડું થવાના કારણે કેન્દ્ર સરકાર અને દિલ્હીના ઉપ રાજ્યપાલને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ખૂબ જ સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી સરકાર ગઠનનો માર્ગ શા માટે સ્પષ્ટ નથી શક્યો? સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લોકતંત્રમાં રાષ્ટ્રપતિ શાસન હંમેશા માટે ના રહી શકે, જનતાને પસંદગીની સરકારનો હક છે, ઉપરાજ્યપાલને આ મામલા પર ટૂંક સમયમાં નિર્ણય લેવો જોઇએ.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રપતિએ સરકાર ગઠન માટે ભાજપને આમંત્રિત કરવાના ઉપરાજ્યપાલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, પરંતુ કોર્ટે જણાવ્યું કે તે આ મામલામાં મેરિટના આધાર પર 'આપ'ની અરજી પર સુનાવણી કરશે.

આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીના ઉપ-રાજ્યપાલ નજીભ જંગ સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપી શકે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઉપ-રાજ્યપાલની તે ભલામણ મંજૂર કરી લીધી છે, જેમાં તેમણે સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપને દિલ્હીમાં સરકાર બનાવવાની તક આપવાની વાત કરી હતી.

હાલમાં નજીબ જંગ દિલ્હીથી બહાર છે અને આજે સાંજ સુધી દિલ્હી પરત ફરવાના છે માટે ભાજપને બુધવાર સુધી સરકાર બનાવવાનું નિમંત્રણ મળી શકે છે. ભાજપે જણાવ્યું કે દિલ્હીમાં અમારી સરકાર બનશે, પ્રસ્તાવ મળતા જ ગઠન પર વિચાર કરીશું.

અત્રે નોંધીય છે કે ફેબ્રુઆરીમાં અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદથી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ભાજપ ચૂંટણીથી ડરી રહ્યા છે અને તેમની પાસે આંકડા નથી. તેમણે જણાવ્યું કે ભાજપ પહેલા ઇનકાર કરી ચૂકી છે તો હવે તેને સરકાર બનાવવાનું નિમંત્રણ કેવી મળી શકે.

આ મુદ્દા પર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે ભાજપ ચૂંટણીથી ભાગી રહી છે, કારણ કે તેને દિલ્હીમાં હારનો ભય છે. ભાજપ દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. ચાર વાર સરકાર બનાવવા માટે વિધાયકોને ખરીદવાની કોશિશ કરી, પરંતુ નિષ્ફળ રહી, હવે આ પાંચમી વાર છે. ભાજપ સરકાર ગઠન કેવી રીતે કરશે, તેમની પાસે જરૂરી આંકડા નથી. ભાજપ ચૂંટણી શા માટે નથી કરાવતી.

અપક્ષ ધારાસભ્ય રામબીર શૌકીને જણાવ્યું કે સૌથી વધારે ધારાસભ્ય ધરાવતી ભાજપને સરકાર બનાવવા માટે વધુ એક તક મળવી જોઇએ.. હું છું,,, બિન્નીજી છે અને લગભગ શોએબ ઇકબાલ સમર્થન આપીશું તો સરકાર બની જશે.

English summary
Supreme Court pulls up Centre and Delhi LG Najeeb Jung, says President's Rule can't go on forever in a democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X