For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi election results: ભાજપ કાર્યાલયમાં લાગેલા પોસ્ટરમાં પરિણામ પહેલા જ સ્વીકારી હાર

દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ થતા પહેલા જ દિલ્લી ભાજપ મુખ્યાલયની બહાર પોસ્ટર બદલાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020ના ચૂંટણી પરિણામો સામે આવવા લાગ્યા છે. પ્રારંભિક રુઝાનો મુજબ દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. વળી, ભાજપની સીટો તો વધતી દેખાઈ રહી છે પરંતુ તે બહુમતથી દૂર છે. એવામાં ચૂંટણી પરિણામો આવતા પહેલા જ ભાજપે હાર સ્વીકારી લીધી છે. દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ થતા પહેલા જ દિલ્લી ભાજપ મુખ્યાલયની બહાર પોસ્ટર બદલાઈ ગયા છે.

amit shah

ભાજપના દિલ્લી પ્રદેશ કાર્યાલય પર લગાવવામાં આવેલ નવુ પોસ્ટર એ તરફ ઈશારો કરે છે કે ભાજપે પરિણામો પહેલા જ હાર સ્વીકારી લીધી છે. પોસ્ટર સામે આવ્યા બાદ લોકો અટકળો લગાવી રહ્યા છે કે શું ભાજપે મતોની ગણતરી પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી છે.

ભાજપના દિલ્લી કાર્યાલય બહાર લાગેલા અમિત શાહના પોસ્ટર પર લખવામાં આવ્યુ છે કે વિજયથી અમે અહંકારી નથી બનતા અને હારથી અમે નિરાશ નથી થતા. આ લાઈનનો ઈશારે સ્પષ્ટ રીતે સમજાઈ રહ્યો છે કે પાર્ટીએ પરિણામો પહેલા જ હાર સ્વીકારી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાની કોશિશ કરી છે. જો કે ભાજપ નેતાઓના નિવેદન આ પોસ્ટરથી એકદમ ઉલટા છે. ભાજપના દિલ્લી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી જ્યાં જીતનો દાવો કરીને પાર્ટીને 55 સીટ જીતવાની વાત કહી રહ્યા છે તો ભાજપના નેતા અને રાજ્યસભા સભ્ય વિજય ગોયલે દાવો કર્યો છે કે ભાજપ ચૂંટણીમાં જીત મેળવશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ્સે દિલ્લીમાં આમ આદમી પાર્ટીની જીતનુ અનુમાન લગાવ્યુ છે.

આ પણ વાંચોઃ પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસોઆ પણ વાંચોઃ પરિણામ પહેલા મનિષ સિસોદીયા- પાંચ વર્ષ અમે કામ કર્યું, જીતનો ભરોસો

English summary
Delhi Election Results 2020: BJP Office New Poster Indicate that Amit Shah Accept Defeat in Delhi elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X