કેજરીવાલને હરાવવાની અપીલ કરવાર કુમાર વિશ્વાસે આપની જીત પર શું કહ્યુ
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. અધિકૃત આંકડા હજુ નથી આવ્યા પરંતુ પાર્ટી 50થી પણ વધુ સીટો પર સ્પષ્ટ રીતે આગળ છે. ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાં એક રહેલા કવિ કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ પર ખૂબ જ હુમલાવર રહ્યા હતા. સતત તેમણે કેજરીવાલ સામે ટ્વિટ કર્યુ. આજે પણ તેમની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે પરંતુ ચૂંટણી પરિણામો પર કંઈ બોલ્યા નથી.

જન્મદિવસ વિશ કરનારાને આપી રહ્યા છે ટ્વિટર પર જવાબ
કુમાર વિશ્વાસ આજે સવારથી જ ટ્વિટર પર ખાસ્સા સક્રિય છે. એક દિવસ પહેલા તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો છે. ટ્વિટર પર હજારો લોકોએ તેમને શુભકામનાઓ આપી, તેઓ આજે સવારથી શુભકામનાઓ આપનાર લોકોનો આભાર માની રહ્યા છે. બધાને અલગ અલગ રિપ્લાય કરી રહ્યા છે. વળી, ચૂંટણી પરિણામો પર તેમણે મૌન જાળવી રાખ્યુ છે.

2015માં હતા મહત્વનો ચહેરો, આ વખતે કરી હતી આપને હરાવવાની અપીલ
2015માં જ્યારે આમ આદમી પાર્ટી જીતી હતી ત્યારે કુમાર વિશ્વાસે જીત બાદ ભાષણ આપ્યુ હતુ. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની એકદમ સાથે ઉભા હતા. બાદમાં તેમના સંબંધો કેજરીવાલ સાથે ખરાબ થઈ ગયા. આ ચૂંટણીમાં તે કેજરીવાલ માટે ઘણા ખરાબ શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા. તેમણે આઠ ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીને હરાવવાની અપીલ પણ દિલ્લીના લોકોને કરી હતી.

આપને ભારે બહુમત
દિલ્લી વિધાનસભાની 70 સીટો પર આજે મત ગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. દિલ્લીમાં બહુમત માટે 36 સીટોની જરૂર છે. આમ આદમી પાર્ટી લગભગ 50 સીટો પર સ્પષ્ટ રીતે આગળ છે. અત્યાર સુધીના રુઝાનોમાં આપને 55 અને ભાજપને 15 સીટો મળી રહી છે. આપ સતત ત્રીજી વાર દિલ્લીમાં સરકાર બનાવતી દેખાઈ રહી છે. જો કે ભાજપે જબરદસ્ત વાપસી કરી છે. ભાજપે 2015માં કુલ ત્રણ સીટો જીતી હતી પરંતુ આ વખતે પાર્ટી 15 સીટો પર આગળ ચાલી રહી છે. દિલ્લીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયુ હતુ. જેના પરિણામો આજે આવી રહ્યા છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ મેળવી હતી. ભાજપે ત્રણ સીટો મેળવી હતી જ્યારે કોંગ્રેસના હાથમાં એક પણ સીટ આવી નહોતી.
આ પણ વાંચોઃ હેટ્રિક લગાવતા જ કેજરીવાલે આપ્યો મોબાઈલ નંબર કહ્યુ, રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાવ