દિલ્લીઃ દર્દીને મળવા આવેલી મહિલા સાથે હોસ્પિટલ પાર્કિંગમાં ગેંગરેપ
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીની રોહિણી સ્થિત એક હોસ્પિટલમાં મહિલા સાથે કથિત રીતે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં પોલિસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં એક સિક્યોરિટી ગાર્ડ અને બે પૂર્વ બાઉન્સર છે. દિલ્લી પોલિસે મંગળવારે જણાવ્યુ છે કે શનિવારે રોહિણી વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના પાર્કિંગમાં 30 વર્ષીય મહિલા સાથે ગેંગરેપની ઘટના બની હતી. મહિલાની ફરિયાદ પર કેસ નોંધીને પોલિસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
પોલિસે જણાવ્યુ છે કે પીડિત મહિલા એક પરિચિતને જોવા માટે આવી હતી જે હોસ્પટલમાં ભરતી હતી. અહીં આવીને તે દર્દીઓની દેખરેક રાખવા માટે બનાવવામાં આવેલ શેલ્ટર હોમમાં રોકાઈ હતી. રાતે હોસ્પિટલના બે એક્સ બાઉન્સર અને એક સિક્યોરિટી ગાર્ડે મહિલાને આવીને ધમકાવી. ત્યારબાદ વેરિફિકેશનની વાત કહીને પોતાના સાથે આવવા માટે કહ્યુ અને હોસ્પિટલના પાર્કિંગમાં સૂમસામ જગ્યાએ લઈ જઈને ગેંગરેપ કર્યો.
31 ઓક્ટોબરે મહિલાએ પોલિસ પાસે જઈને ફરિયાદ નોંંધાવી. ત્યારબાદ પોલિસે રેપનો કેસ નોંધીને આરોપીઓની શોધ કરી અને મંગળવારે ત્રણે આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલિસે આરોપીઓની ઓળખ 22 વર્ષના મનીષ, 24 વર્ષના પ્રવીણ તિવારી અને 33 વર્ષના કંવર પાલ તરીકે કરી છે. બે આરોપી એક્સ બાઉન્સર છે જ્યારે એક આરોપી હોસ્પિટલમાં જ સિક્યોરિટી ગાર્ડ છે.
બદલાવની લહેર છે, પરિણામ લવ અને બિહારના પક્ષમાં હશેઃ શત્રુઘ્ન