For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Salary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાન

|
Google Oneindia Gujarati News

Salary Hike: અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્લી કામ કરતા મજૂરો અને કર્મચારીઓને મોટી રાહત આપી છે. આ લોકોના માસિક પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્લી સરકારે કુશળ, અર્ધ-કુશળ કર્મચારીઓના માસિક પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

સુપરવાઈઝર વર્ગ અને કારકુન વર્ગને પણ સરકારના આદેશનો લાભ મળશે. કેજરીવાલ સરકારે મેટ્રિક પાસ, વગર મેટ્રિક પાસ, ગ્રેજ્યુએટ કર્મચારીઓના લઘુત્તમ માસિક પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ આદેશ 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે.

arvind kejriwal

શ્રમ મંત્રી રાજ કુમાર આનંદે નિર્દેશ આપ્યો છે કે તમામ કર્મચારીઓ અને કામદારોને વધેલો પગાર આપવામાં આવે. નવા દરો અનુસાર હવે કુશળ કામદારોનો પગાર 20,357 રૂપિયાથી વધારીને 20,903 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે રૂ.546નો વધારો કરવામાં આવ્યો છે.

Civil Services Day: PM મોદી આજે પ્રશાસનિક અધિકારીઓને કરશે સંબોધિત, આપશે ખાસ અવૉર્ડCivil Services Day: PM મોદી આજે પ્રશાસનિક અધિકારીઓને કરશે સંબોધિત, આપશે ખાસ અવૉર્ડ

અર્ધ કુશળ કામદારોનો પગાર 18499 રૂપિયાથી વધારીને 18993 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે રૂ.494નો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ અકુશળ કર્મચારીઓનો પગાર 16792 રૂપિયાથી વધારીને 17234 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે હવે અકુશળ શ્રમિકોને દર મહિને 442 રૂપિયા વધુ મળશે.

સરકારની જાહેરાત બાદ મેટ્રિક વગરના કર્મચારીઓનો પગાર 18499 રૂપિયાથી વધારીને 18993 રૂપિયા કરવામાં આવ્યો છે, એટલે કે તેમના પગારમાં 494 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મેટ્રિક પાસ કર્મચારીઓ અને ગ્રેજ્યુએટ કર્મચારીઓનો પગાર 20357 રૂપિયાથી વધારીને 20903 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે રૂ.546નો વધારો કરવામાં આવ્યો છે.

Mercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસરMercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસર

ગ્રેજ્યુએટ કર્મચારીઓ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા કર્મચારીઓનો પગાર 22,146 રૂપિયાથી વધારીને 22,744 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમના પગારમાં 598 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મંત્રીએ કહ્યું કે અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં દિલ્લીમાં મજૂરોનો પગાર સૌથી વધુ છે. કેજરીવાલ સરકાર કામદારોના ડીએમાં સતત વધારો કરી રહી છે. આ રાહત દિલ્લીના કર્મચારીઓને દર 6 મહિને આપવામાં આવે છે.

English summary
Delhi government big decision, announcement of increase in employees salary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X