For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે દિલ્લી સરકાર નક્કી કરશે તમારા લગ્નમાં કેટલા જાનૈયા આવશે, નિયમ તોડ્યો તો 15 લાખ દંડ

સુપ્રીમ કોર્ટ દ્વારા રાજધાનીમાં લગ્ન અને અન્ય સમારંભમાં થતી ખોરાક અને પાણીની બરબાદી પર નારાજગી વ્યક્ત કર્યા બાદ દિલ્લી સરકારે એવા કાર્યક્રમો વિશે ડ્રાફ્ટ નીતિને અંતિમ રૂપ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ દ્વારા રાજધાનીમાં લગ્ન અને અન્ય સમારંભમાં થતી ખોરાક અને પાણીની બરબાદી પર નારાજગી વ્યક્ત કર્યા બાદ દિલ્લી સરકારે આવા કાર્યક્રમો માટેની ડ્રાફ્ટ નીતિને અંતિમ રૂપ આપી દીધુ છે. જો કે એ સ્પષ્ટ કર્યુ છે કે આ દિશા-નિર્દેશ રાજીધાનીના બધા બેંક્વેટ હૉલ અને લગ્ન સ્થળો પર લાગુ નહિ થાય. નવી પૉલિસી મુજબ લગ્ન સમારંભમાં આમંત્રિત મહેમાનોની સંખ્યા સીમિત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ #KarnatakaFloorTest: યેદિયુરપ્પાએ કર્યો જીતનો દાવો, 'અમારી પાસે 105 ધારાસભ્ય'આ પણ વાંચોઃ #KarnatakaFloorTest: યેદિયુરપ્પાએ કર્યો જીતનો દાવો, 'અમારી પાસે 105 ધારાસભ્ય'

મહેમાનોની સંખ્યા નક્કી કરશે દિલ્લી સરકાર

મહેમાનોની સંખ્યા નક્કી કરશે દિલ્લી સરકાર

આ નિયમ માત્ર મુખ્યતઃ બહારની દિલ્લીમાં સ્થિત ફાર્મહાઉસ, મોટલ અને લો ડેન્સિટી રહેણાંક વિસ્તારો (એલડીઆરએ)માં લાગુ કરવામાં આવશે. આ ડ્રાફ્ટનું સૌથી મહત્વનું પાસુ એ છે કે લગ્નોમાં મહેમાનોની મહત્તમ સંખ્યા કાર્યક્રમ સ્થળ પર હાજર પાર્કિંગની જગ્યા પર નિર્ભર કરશે. શહેરી વિકાસ મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે આશા રાખવામાં આવી રહી છે કે આનાથી ટ્રાફિકની સમસ્યામાં છૂટકારો મળશે. પાર્કિંગથી અવ્યવસ્થા ના થાય અને ટ્રાફિક જામ ના થાય, તેની જવાબદારી આયોજન સ્થળ સંચાલકની હશે.

ફાર્મ હાઉસ, બેંક્વેટ હૉલ અને લગ્ન સ્થળ આવશે આ નિયમ હેઠળ

ફાર્મ હાઉસ, બેંક્વેટ હૉલ અને લગ્ન સ્થળ આવશે આ નિયમ હેઠળ

જીટી કરનાલ રોડ અને ટિકરી બૉર્ડર સાથે છતરપુર જેવા વિસ્તારમાં બનેલા ફાર્મ હાઉસ, બેંક્વેટ હૉલ અને લગ્ન સ્થળ આ નિયમો હેઠળ આવશે. સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠક બાદ આ ડ્રાફ્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યુ. નવી પૉલિસીને લાગુ કરવા માટે નોટિફિકેશન જલ્દી જાહેર કરવામાં આવશે. નિયમ લાગુ થયા બાદ કાર્યક્રમ સ્થળ પર એક મિની સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો અનિવાર્ય હશે. આયોજકને કોઈ પણ આયોજન માટે કાર્યક્રમ સ્થળના સંચાલક પાસે સિક્યોરિટી મની જમા કરાવવાની રહેશે. સાથે જ કાર્યક્રમ પહેલા સંબંધિત સંસ્થા/એજન્સી પાસેથી આના માટે એનઓસી લેવાનું રહેશે.

નિયમો તોડવા પર કરવામાં આવી શકે છે દંડ

નિયમો તોડવા પર કરવામાં આવી શકે છે દંડ

સરકારે આ આયોજકો અને માલિકો પર દંડ લગાવવા માટે આમાં એક ક્લોઝ પણ જોડ્યો છે જે એવા સમારંભો માટે પોતાના પર્સનલ પાર્કિંગ સ્થળોનો ઉપયોગ કરે છે. જો બિલ્ડિંગની યોજના અનુસાર પાર્કિંગ છે જે ટેન્ટ વગેરેના કબ્જામાં છે, તો અનધિકૃત ઉપયોગ માટે 15 લાખ સુધીનો દંડ કરવામાં આવી શકે છે. અહીં સુધી કે લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.

આયોજન પહેલા લેવી પડશે પરમિશન

આયોજન પહેલા લેવી પડશે પરમિશન

મોટાભાગના મહેમાનોની સંખ્યા કાર્યક્રમ સ્થળના વર્ગ મીટર ક્ષેત્રને 1.5થી વિભાજિત કરીને મેળવવામાં આવેલી સંખ્યા હશે અથવા પાર્ક કરવામાં આવતી કારોની સંખ્યાના ચાર ગણા હશે. આ નિયમ અનુસાર આ બંનેમાં જે પણ સંખ્યા ઓછી હશે તેટલા જ મહેમાન મહત્તમ બોલાવવાની અનુમતિ હશે. સાથે એ પણ કહેવામાં આવ્યુ છે કે કોઈપણ આવા કાર્યક્રમ એક વર્ષમાં 120 દિવસથી વધુ સમારંભનું આયોજન નહી કરી શકે.

English summary
delhi government finalised draft policy to cap the number of guests at social functions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X