For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીઃ PWD વિભાગને 7649 કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ, હવે મળશે વિકાસ કાર્યોને ગતિ

દિલ્લીના માળખાગત વિકાસ માટે લોક નિર્માણ વિભાગ(પીડબ્લ્યુડી)ને આ વખતે બજેટમાં 7649 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના માળખાગત વિકાસ માટે લોક નિર્માણ વિભાગ(પીડબ્લ્યુડી)ને આ વખતે બજેટમાં 7649 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમથી દિલ્લીના વિકાસને ગતિ મળશે. બજેટમાં પીડબ્લ્યુડીને ફાળવવામાં આવેલ આ રકમ ગયા વર્ષના બજેટથી લગભગ 1000 કરોડ વધુ છે. એવામાં ચાલુ વર્ષમાં યોજનાઓ પર ઝડપથી કામ થવાની આશા છે.

arvind kejriwal

બે વર્ષથી કોરોનાની માર સહન કરી રહેલ દિલ્લીમાં ઝડપથી વિકાસ કાર્યો થઈ શકશે. દિલ્લીના માળખાગત વિકાસ અને રસ્તાઓને સારા બનાવવા સાથે રાહદારીઓની સુવિધાઓને પણ વધુ સારી બનાવવામાં આવશે. હોસ્પિટલો અને સ્કૂલોમાં નિર્માણ કાર્ય ઝડપથી શરુ થશે. વળી, મફત વાયફાય, સીસીટીવી તેમજ ડાર્ક સ્પૉટ ખતમ કરવા માટે શરુ કરવામાં આવેલી યોજનાઓના બાકીના કામો પણ પૂરા કરવામાં આવશે.

દિલ્લી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે સરકારનુ પહેલાની જેમ લોકોને સારુ શિક્ષણ, આરોગ્ય, માળખાગત વિકાસ તેમજ પરિવહન ઉપલબ્ધ કરાવવા પર જોર રહેશે. ગઈ વખતની જેમ આ વખતે પણ પરિયોજનાઓ અને કાર્યક્રમો પર સૌથી વધુ રકમ ખર્ચ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ પુલ, બે અંડરપાસ, રાહદારીઓ માટે સબ-વે તેમજ આશ્રમ ફ્લાઈઓવરનુ ડીએનડી ફ્લાઈવે સુધીના વિસ્તાર વગેરેનુ કામ પૂરુ થશે.

સરકારે 1.4 લાખ સીસીટીવી લગાવવાની યોજના વધારીને 2.8 લાખ સીસીટીવી લગાવવાની યોજના બનાવી છે. આના માટે બજેટમાં 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વળી, મફત વાઈફાઈ માટે 61 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હોસ્પિટલોના નિર્માણ પર 1900 કરોડ ખર્ચ કરવામાં આવશે. વળી, રોડ અને બ્રીજ પર 1916 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

English summary
Delhi govt issue 7649 crore budgets for various PWD projects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X