દિલ્લીની સરકારી સ્કૂલોના 500થી વધુ છાત્રો JEE(Mains)માં સફળઃ અરવિંદ કેજરીવાલ
નવી દિલ્લીઃ દિલ્લી સરકાર દ્વારા સંચાલિત સ્કૂલોના 500થી વધુ છાત્રોએ આ વર્ષે સંયુક્ત પ્રવેશ પરીક્ષા મેઈન્સ પાસ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે માહિતી આપતા કહ્યુ કે તેમણે છાત્રો અને શિક્ષકોને તેમની ઉપલબ્ધિ પર અભિનંદન પાઠવ્યા. તમને જણાવી દઈએ કે જેઈઈ-મેઈન્સનુ રિઝલ્ટ શુક્રવારે રાતે ઘોષિત કરી દેવામાં આવ્યુ. રાષ્ટ્રીય રાજધાનીના પાંચ છાત્રોએ જેઈઈ-મેઈન્સ પરીક્ષામાં 100 ટકા ગુણ મેળવ્યા છે જે આ મહિનાની શરૂઆતમાં કોરોના મહામારીના કારણે બે વાર સ્થગિત થયા બાદ આયોજિત કરવામાં આવી હતી.
કેજરીવાલે ટ્વિટ કર્યુ, 'દિલ્લી સરકારના 510 છાત્રોએ આ વર્ષે જેઈઈ મેઈન્સ ક્વૉલિફાઈ કરી. છેલ્લા 3 વર્ષમાં જેઈઈ મેઈન્સ ક્વૉલીફાઈ કરનાર છાત્રોમાં - 2020માં 510, 2019માં 473 અને 2018માં 350 દરેક છાત્રને અભિનંદન. તમારા પર ગર્વ છે. આ પરિણામ દિલ્લી સરકારની સ્કૂલોની એક મોટી ઉપલબ્ધિ છે.' દેશભરના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ વચ્ચે પ્રવેશ કરવા અને બહાર નીકળવા, ગેટ પર સેનિટાઈઝ, માસ્કનુ વિતરણ અને ઉમેદવારો વચ્ચે અંતર જાળવવામાં આવ્યુ હતુ.
ચીને લદ્દાખમાં પેંગોંગ વિવાદ માટે ભારતને ગણાવ્યુ જવાબદાર