For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી એન્કર સોહેબ ઈલિયાસી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત

ટીવી એન્કર અને પ્રોડ્યુસર સોહેબ ઈલિયાસીને દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપી છે. જસ્ટીસ એસ મુરલીધર અને વિનોદ ગોયલની બેંચે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવીને સોહેબને રાહત આપી છે

|
Google Oneindia Gujarati News

ટીવી એન્કર અને પ્રોડ્યુસર સોહેબ ઈલિયાસીને દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપી છે. જસ્ટીસ એસ મુરલીધર અને વિનોદ ગોયલની બેંચે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવીને સોહેબને રાહત આપી છે અને તેને આ કેસમાંથી મુક્ત કરી દીધો છે. સોહેબ પર તેની પત્નીની હત્યાનો આરોપ હતો જેના પર સુનાવણી કરીને નીચલી કોર્ટે તેને આજીવન કેદની સજા કરી હતી. આરોપ છે કે સોહેબે પોતાની પત્ની અંજુને 18 વર્ષ પહેલા હત્યા કરી દીધી હતી. આ મામલે નીચલી કોર્ટે તેને દોષિત ગણ્યો હતો.

Suhaib Ilyasi

કોર્ટે સોહેબની યાચિકા સ્વીકારીને તેને આ કેસમાંથી મુક્ત કરી દીધો છે. આ પહેલા 10 ડિસેમ્બર 2017 ના રોજ ટ્રાયલ કોર્ટે સોહેબને તેની પત્નીની ચાકૂથી હત્યાના આરોપમાં દોષિત ગણીને આજીવન કેદની સજા કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે સોહેબે હત્યા કર્યા બાદ તેને આત્મહત્યાનું રૂપ આપવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચોઃ ડિનર બાદ ફરીથી મળશે મોદી-પુતિન, ભારત-રશિયા વચ્ચે s-400 ડીલ થશે સીલઆ પણ વાંચોઃ ડિનર બાદ ફરીથી મળશે મોદી-પુતિન, ભારત-રશિયા વચ્ચે s-400 ડીલ થશે સીલ

સોહેબ તે વખતે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ટીવી શો ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ હોસ્ટ કર્યો હતો. ત્યારબાદ તેની 28 માર્ચ 2000 માં ધરપકડ કરવામાં આવી હતી. ઈલિયાસી પર તેની પત્નીની હત્યા મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. તેની પત્નીની બહેન અને મા એ આ કેસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે સોહેબની પત્ની અંજૂ ઈસ્ટ દિલ્હી સ્થિત પોતાના ઘરમાં 11 જાન્યુઆરી 2000 ના રોજ મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ચાકૂની ઈજાના નિશાન હતા. સોહેબે તે દરમિયાન પોલિસને જણાવ્યુ હતુ કે અંજૂએ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચોઃ નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિઆ પણ વાંચોઃ નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ

English summary
Delhi High Court acquits TV anchor and producer Suhaib Ilyasi in murder case of his wife.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X