હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી ફગાવી, કહ્યું- હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચિદમ્બરમના સ્વાસ્થ્યને કારણે માંગવામાં આવેલ જામીન અરજી પર કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરત નથી. હાઈકોર્ટ સામે શુક્રવારે મેડિકલ બોર્ડે રિપોર્ટ રજૂ કર્યો છે.
જણાવી દઈએ કે ચિદમ્બરમે સ્વાસ્થ્યના આધારે જામીન માંગ્યા હતા, જેના માટે ગુરુવારે હાઈકોર્ટે મેડિકલ બોર્ડની રચના કરી હતી. આજે બોર્ડે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો. જેના પર કોર્ટે કહ્યું કે જેલમાં જ ડૉક્ટર ચિદમ્બરમની નિયમિત તપાસ કરશે. સાથે જ તેમણે પીવા માટે મિનરલ વોટર આપવામાં આવશે અને મચ્છરોથી બચાવવા માટે લોશન આપવામાં આવશે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ રાખેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પી ચિદમ્બરમને સ્વચ્છ વાતાવરણ આપવાની જરૂરત છે, હોસ્પિટલમાં દાખલ કરવાની નહિ. તુષાર મહેતાએ કહ્યું કે તેમને મિનરલ વોટર આપવામાં આવે, ઘરનું બનેલ ખોરાકને પહેલેથી જ મંજૂરી આપી દેવાાં આી છે. આ ઉપરાંત મચ્છરોથી બચાવ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવશે.
ઝારખંડની 81 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખનું એલાન, પાંચ તબક્કામાં મતદાન થશે