For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રાષ્ટ્રપતિઓના ગાર્ડ માત્ર આ 3 જાતિઓના કેમ?' દિલ્લી હાઈકોર્ટ

દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને થલ સેનાધ્યક્ષની એક અરજી પર જવાબ માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને થલ સેનાધ્યક્ષની એક અરજી પર જવાબ માંગ્યો છે. જેમાં આરપો લગાવવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિના અંગરક્ષકની ભરતીમાં માત્ર ત્રણ જાતિઓને જ શામેલ કરવામાં આવી રહી છે. જસ્ટીસ એસ મુરલીધર અને સંજીવ નરુલાની બેંચે અરજી પર સંરક્ષણ મંત્રાલય, સેનાધ્યક્ષ, રાષ્ટ્રપતિના અંગરક્ષક નિર્દેશક અને સેના ભરતીના કમાંડન્ટને નોટિસ આપી છે. કોર્ટે બધાને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યુ છે.

ત્રણ જાતિઓના જવાનોની નિયુક્તિ કેમ?

ત્રણ જાતિઓના જવાનોની નિયુક્તિ કેમ?

આ બધા વિભાગોમાંથી કોઈ પણ આગામી તારીખ પહેલા પણ પોતાનો જવાબ દાખલ કરી શકે છે. દિલ્લી હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણીની તારીખ 8 મે, 2018 રાખી છે. શુક્રવારે ધારુહેડા નિવાસી યુવક ગૌરવ યાદવી અરજી પર દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઓફ મોશન જારી કર્યુ છે. હવે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારને દિલ્લી હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રાખવા આ વાતનો જવાબ આપવાનો રહેશે કે છેવટે રાષ્ટ્રપતિના અંગરક્ષક નિયુક્ત થવાનો અધિકાર માત્ર ત્રણ જાતિઓને જ કેમ આપવામાં આવી રહ્યો છે?

રાષ્ટ્રપતિના અંગરક્ષક ભરતી મામલે કેન્દ્ર સરકારને નોટિસ

રાષ્ટ્રપતિના અંગરક્ષક ભરતી મામલે કેન્દ્ર સરકારને નોટિસ

અદાલત હરિયાણા નિવાસી ગૌરવ યાદવે રાષ્ટ્રપતિના અંગરક્ષકની 4 સપ્ટેમ્બર, 2017ના રોજ થયેલી ભરતી પર સવાલ ઉઠાવ્યા હતા. આ ભરતીમાં માત્ર ત્રણ જાતિઓ - જાટ, રાજપૂતો અને જાટ શીખોને ભરતી માટે આમંત્રિત કર્યા હતા. અરજીકર્તાએ કહ્યુ કે તે અહીર-યાદવ જાતિ સાથે સંબંધિત છે અને રાષ્ટ્રપતિના અંગરક્ષક ભરતીના બધા પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે. માત્ર જાતિને છોડીને. તેને આ પદ માટે ભરતી કરવામાં આવે.

ભારતના બંધારણના અનુચ્છેદ 14નું પૂર્ણ ઉલ્લંઘન

ભારતના બંધારણના અનુચ્છેદ 14નું પૂર્ણ ઉલ્લંઘન

વકીલ રામ નરેશ યાદવના માધ્યમથી દાખલ કરેલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર ત્રણ જાતિઓને જ આ ભરતીમાં માન્યતા આપવામાં આવી છે. જ્યારે આ પદ માટે યોગ્ય અન્ય જાતિઓના ઉમેદવારેને ભરતીમાં શામેલ કરવામાં આવ્યા નથી. ભરતીનું પાલન કરાનાર વર્ગીકરણ મનસ્વી છે. જ્યારે આ પદ માટે યોગ્ય અન્ય જાતિઓના ઉમેદવારોને ભરતીમાં શામેલ કરવામાં આવ્યા નથી. ભરતીના પાલન માટેનું વર્ગીકરણ મનસ્વી છે. જે જાતિના આધાર પર કરવામાં આવે છે. આ નિયમ ભારતના સંવિધાનના અનુચ્છેદ 14નું પૂર્ણ ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા અનુચ્છેદ 15 (1)નું ઉલ્લંઘન કરે છે. જે જાતિ, ધર્મ, લિંગ, રંગ અને જન્મ સ્થાનના આધાર પર ભેદભાવ પર રોક લગાવે છે.

આ પણ વાંચોઃ આમિર સાથેના અફેર પર દંગલ ગર્લ ફાતિમાએ તોડ્યુ મૌનઆ પણ વાંચોઃ આમિર સાથેના અફેર પર દંગલ ગર્લ ફાતિમાએ તોડ્યુ મૌન

English summary
Delhi High Court seeks response's Centre Caste-based recruitment for President's bodyguard
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X