
દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નરે બે SDM અને સીએમઓના ડેપ્યુટી સેક્રેટરીને કર્યા સસ્પેન્ડ
નવી દિલ્લીઃ એલજી વિનય કુમારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. લેફ્ટનન્ટ જનરલ વિનય કુમાર સક્સેનાએ SDM હર્ષિત સક્સેના, દેવેન્દ્ર શર્મા અને CMO ડેપ્યુટી સેક્રેટરી પ્રકાશ ચંદ ઠાકુરને સસ્પેન્ડ કરી દીધા છે. આ લોકો સામે કાર્યવાહીમાં પ્રક્રિયાત્મક ચૂકના કારણે કરવામાં આવી છે. એવો આરોપ છે કે યોગ્ય પ્રક્રિયાનુ જાણી જોઈને ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ જે ભ્રષ્ટાચાર દર્શાવે છે.
નોંધનીય છે કે આ પહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપના સાંસદોની ફરિયાદ પર એલજી પર તપાસના આદેશ આપવાનો આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકાર લોકોના ભલા માટે કામ કરી રહી છે પરંતુ ભાજપ તેને રોકવાનું કાવતરુ કરી રહી છે, ખોટી ફરિયાદો કરી રહી છે. લેફ્ટનન્ટ ગવર્નર નકલી ફરિયાદના આધારે નિયમોનુ ઉલ્લંઘન કરીને ACBને મોકલી રહ્યા છે, તેઓ ઈચ્છે છે કે તેનાથી દિલ્હી સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવી રહેલા કામને અસર થાય.
સિસોદિયાએ કહ્યુ કે ભાજપના નેતા મનોજ તિવારીએ એક વર્ષ પહેલા હોસ્પિટલના નિર્માણ અંગે ફરિયાદ કરી હતી, તેમણે તેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, તેમણે પૂર્વ રાજ્યપાલ અનિલ બૈજલને ફરિયાદ કરી હતી પરંતુ ભૂતપૂર્વ એલજીએ તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યુ હતુ. ભાજપ છેલ્લા 8 વર્ષથી અમારી સામે ફરિયાદ કરે છે, સેંકડો તપાસ થઈ, જો તમે ઈચ્છો તો વધુ સેંકડો તપાસ કરાવો, અમે કોઈનાથી ડરતા નથી. અમે દિલ્હીની પ્રગતિ માટે લડતા રહીશુ. જે તેને રોકવાનો પ્રયાસ કરશે તેની સામે અમે લડીશુ.