
Delhi MCD Election: 'બંધ નહિ થવા દઈએ યોગા ક્લાસ', સીએમ કેજરીવાલનુ મોટુ એલાન
Delhi MCD Election: દિલ્લી એમસીડી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. યોગા ક્લાસનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યુ કે ફંડની ઉપલબ્ધતા હોય કે ન હોય, પરંતુ દિલ્લી શહેરમાં ફ્રી યોગા ક્લાસ ચાલુ રહેશે. આ સાથે કેજરીવાલે યોગ શિક્ષકોને પગારના ચેક પણ આપ્યા. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર અને એલજી પર કટાક્ષ કર્યો અને કહ્યુ કે દિલ્લીની સ્થિતિ એવી છે કે તેમની પાસે નિર્ણય લેવાના બહુ ઓછા અધિકાર છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉન્સ્ટીટ્યુશન ક્લબમાં યોગ શિક્ષકોને સંબોધિત કરતા કહ્યુ, 'જ્યારે એલજીએ યોગ ક્લાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તે ખૂબ જ દુઃખદ હતુ. યોગ ક્લાસ બંધ કરવા એ પાપ છે, બાકી રાજકારણ ચાલી શકે છે. પરંતુ અમે પણ મક્કમ હતા કે સરકાર તરફથી પૈસા આવે કે ન આવે અમે યોગ વર્ગ બંધ થવા દઈશુ નહિ. તેમણે કહ્યુ કે અમે વોટ માટે દિલ્લીના લોકો માટે આ કરી રહ્યા છીએ.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દરેકનો મુખ્યમંત્રી છુ. ભાજપ અને કોંગ્રેસના લોકોનો પણ. તમે જેને ઈચ્છો તેને મત આપો, તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારી છે. અમે આ કામ પુણ્ય માટે કરી રહ્યા છીએ મત માટે નહિ. સીએમ કેજરીવાલે વધુમાં કહ્યુ કે અમે 20થી 25 લાખ લોકોને યોગ કરાવવાનુ લક્ષ્ય નક્કી કરી રહ્યા છીએ. સીએમ કેજરીવાલની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે આપ સરકારની મહત્વકાંક્ષી 'દિલ્લી કી યોગશાલા' યોજના રાજકીય વિવાદમાં ફસાયેલી છે.
અહેવાલો મુજબ 'દિલ્લી કી યોગશાલા' કાર્યક્રમ CM કેજરીવાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ કર્યો હતો. આ અંતર્ગત વિનામૂલ્યે યોગ વર્ગોનુ આયોજન કરવામાં આવે છે. આ યોજના 31 ઓક્ટોબરે સમાપ્ત થવાની હતી. પરંતુ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સ્કીમને આગળ વધારવા માટે 26 ઓક્ટોબરે જ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા અને બીજા દિવસે તેને એલજી ઑફિસમાં મોકલી હતી. પરંતુ આગળ વધારવા માટે આ પ્લાનને મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે એલજી ઑફિસ સાથે સંકળાયેલા સૂત્રોનુ કહેવુ છે કે આ યોજનાને લગતી કોઈ ફાઈલ જ મોકલવામાં આવી નથી.