For Quick Alerts
For Daily Alerts
PM મોદીએ યોગી આદિત્યનાથ ભગવા વસ્ત્રો અંગે કહી આ વાત
દિલ્હી મેટ્રોને 25 ડિસેમ્બર, સોમવારના રોજ 15 વર્ષ પૂર્ણ થયા હતા, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે મેટ્રોની મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી બૉટનિકલ ગાર્ડન સ્ટેશન પર મેટ્રોને લીલો ઝંડો બતાવીને શુભારંભ કરાવડાવ્યો હતો. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત વિવિધ મંત્રી અને ડીએમઆરસીના પ્રબંધ નિદેશક ડૉ. મંગૂ સિંહ હાજર રહ્યા હતા. એ પછી પીએમ મોદીએ મેટ્રોમાં પણ મુસાફરી કરી હતી. અહીં પીએમ મોદીએ જનસભાનું સંબોધન કર્યું હતું.
પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ:
- જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, તો મેં અનેક પ્રકારના અંધવિશ્વાસ તોડ્યા હતા, હવે યોગીજીએ નોયડા આવીને આ જ કામ કર્યું છે. યોગી આદિત્યનાથે નોયડા આવીને જે અંધવિશ્વાસ તોડ્યો, એ માટે હું એમને અભિનંદન આપું છું.
- યોગીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશે ખૂબ ઉત્તમ રીતે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. જો કે, યોગીજીના કપડા જોઇને એવો ભ્રમ ફેલાય છે કે તેઓ આધુનિક વિચારસરણીના હોઇ જ ના શકે.
- એવું માનવામાં આવતું હતું કે, નોયડામાં કોઇ પણ મુખ્યમંત્રીનું આવવું અશુભ હોય છે, પરંતુ યોગીજીએ આ અંધવિશ્વાસ તોડ્યો છે. રાજકારણમાં એક અંધવિશ્વાસ હતો કે, જો કોઇ સીએમ નોયડા જશે તો તેની ખુરશી જશે. આ કારણે જ માયાવતીથી લઇને અખિલેશ સુધી કોઇ સીએમ અહીં નથી આવ્યા.
- અમે સરકારમાં આવ્યા પછી લગભગ 1200 કામ વગરના કાયદાઓ સમાપ્ત કર્યા છે, આ કાયદાઓ ગુડ ગવર્નેન્સમાં બાધક હતા.
- દરેક ગામમાં રસ્તાઓ પહોંચાડવાનું સપનું અટલ બિહારી વાજપાયીજીએ જોયું હતું. વર્ષ 2019 સુધીમાં દરેક ગામને પાકા રસ્તા સાથે જોડી વાજપાયીજીનું સપનું પૂરું કરીશું.
- અમારા તમામ નિર્ણયો સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવનારા હોય છે. ટૂંક સમયમાં જ 5 મોટા મેટ્રો નેટવર્ક્સમાં ભારતનો સમાવેશ થશે.
- આપણો દેશ સંપન્ન છે, સમૃદ્ધ છે, પરંતુ લોકોને એનાથી દૂર રાખવામાં આવ્યા છે. દેશના રાજકીય દળોમાંથી 'મારું શું અને મને શું'ની માનસિકતા કાઢવી પડશે.
- આ મેટ્રો લાઇન પર સોલર એનર્જીના ઉપયોગથી વીજળી બચશે અને પર્યાવરણનો લાભ થશે.
- પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટમાં ખૂબ ખર્ચો થાય છે, ઇમ્પોર્ટ ઘટાડવા માટેના ઉપાયો શોધવામાં આવી રહ્યાં છે.
- મેટ્રો ટ્રાવેલિંગ અમારા દેશમાં એક પ્રતિષ્ઠાનો વિષય બનવો જોઇએ. તો જ આપણે આપણા દેશને અનેક સમસ્યાઓમાંથી બચાવી શકીએ છીએ.
- આ મેટ્રો લાઇન ખુલવાથી સામાન્ય લોકોને ખૂબ ફાયદો પહોંચશે. મેટ્રો શરૂ કરવામાં કરોડો લોકો કામે લાગે છે.
- ક્યારેક વિકાસના ઉત્તમ કામ પણ હંમેશા જનહિતના ત્રાજવે તોળવાની જગ્યાએ રાજકારણના ત્રાજવે તોળાઇ જાય છે.
- યુપી મારું ઘર છે, તમે જ મને ઉછેર્યો અને શિક્ષા આપી. આ પ્રદેશે પણ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.