• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ માટે 500 રૂપિયામાં ટોઇલેટ ભાડે આપે છે દિલ્હી મેટ્રો

|

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર : દિલ્હીની મેટ્રો ટ્રેને દેશની રાજધાની દિલ્હીની કિસ્મત બદલી નાખી છે તેમ કહેવામાં આવશે તો કોઇ અતિશયોક્તિ લાગશે નહીં. ભંગાર બસોમાં ધક્કા ખાતી દિલ્હીની પબ્લિક જ્યારે એરકન્ડિશન્ડ મેટ્રોમાં સવાર થઇ ત્યારે તેનો મિજાજ પણ બદલાઇ ગયો છે. દિલ્હી મેટ્રો હવે શહેરનું જીવન બની ગયું છે. હવે આ લાઇફ લાઇનમાંથી એવી તસવીરો બહાર આવી છે જેના કારણે મેટ્રોને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડી રહ્યું છે.

દિલ્હી મેટ્રો પરિસર અને મેટ્રો ટ્રેનની અંદર બનાવવામાં આવેલી પોર્ન ફિલ્મોની ગૂંચવણ હજી ઉકેલાઇ નથી. આવા સમયે વધુ એક એમએમએસ કાંડે સનસનાટી મચાવી દીધી છે. આ કારણે રાજધાની દિલ્હીની શાનની સવારી ગણાતી મેટ્રો ટ્રેન પર બદનામીનો ડાઘ લાગી ગયો છે. આ વખતે મેટ્રો ટ્રેનના ટોઇલેટ ચર્ચામાં રહ્યા છે. આ બદનામી કોઇ ગંદકી અથવા સફાઇની ખામીને કારણે નહીં પણ ટોઇલેટમાં સેક્સની છુટ માટે થઇ રહી છે. આવો જાણીએ શું છે દિલ્હી મેટ્રોનું નવું સેક્સકાંડ...

સેક્સ માટે ભાડે અપાય છે દિલ્હી મેટ્રોના ટોઇલેટ

આ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પણ હકીકત છે કે દિલ્હી મેટ્રો સ્ટેશન્સના ટોઇલેટના સફાઇ કર્મચારીઓ પ્રેમી જોડાંઓને અંગત પળો માણવા માટે મેટ્રો સ્ટેશનના ટોઇલેટ્સ ભાડે આપી રહ્યા છે.

ન્યુઝ ચેનલનું સ્ટિંગ ઓપરેશન

ન્યુઝ ચેનલનું સ્ટિંગ ઓપરેશન

આ સનસનાટી ભર્યા સમાચાર એક ન્યુઝ ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશન બાદ બહાર આવ્યા છે. સ્ટિંગ ઓપરેશનના ખુલાસા બાદ ડીએમઆરસી (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન)માં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી નાસભાગ મચી ગઇ છે. ડીએમઆરસીના અનુરોધ પર ચેનલે આ સ્ટિંગ ઓપરેશનની સીડી મેટ્રો મેનેજમેન્ટને સોંપી છે.

તપાસ બાદ કડક કાર્યવાહી

તપાસ બાદ કડક કાર્યવાહી

મેટ્રો મેનેજમેન્ટ આ સીડીની તપાસ કરશે. જો આ સીડીમાં દર્શાવેલી બાબતો વાસ્તવિક હશે તો સંબંધિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

300થી 500 રૂપિયા ભાડું

300થી 500 રૂપિયા ભાડું

સ્ટિંગ ઓપરેશનમાં દર્શાવવામાં આવ્યું છે કે નીચલા સ્તરના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા રૂમ્સ અને ટોઇલેટ્સને ત્યાં તૈનાત કર્મચારીઓ પ્રેમી કપલ્સને અંગત પળો વીતાવવા કે સેક્સ કરલા માટે રૂપિયા 300થી 500માં ભાડે આપે છે. આ ભાડું પ્રતિ કલાકના હિસાબે લેવામાં આવે છે.

18 સ્ટેશન્સ પર ચાલે છે સેક્સ બિઝનેસ

18 સ્ટેશન્સ પર ચાલે છે સેક્સ બિઝનેસ

સૂત્રોના જણાવ્યા અનુસાર પૈસા લઇને રૂમ અને ટોઇલેટ ભાડે આપીને ચલાવવામાં આવી રહેલો સેક્સને બિઝનેસ મેટ્રોના એક, બે નહીં પણ 18 સ્ટેશન્સ પર ચાલી રહ્યો છે. આ સ્ટેશન્સમાં ગ્રીન પાર્ક, રેસ કોર્સ, જોર બાગ, અશોક પાર્ક વગેરે જેવા સ્ટેશન્સનો સમાવેશ થાય છે.

કેવી રીતે કર્યું સ્ટિંગ

કેવી રીતે કર્યું સ્ટિંગ

આ સ્ટિંગ ઓપરેશનમાં ટીવી ચેનલના પત્રકારને નકલી ગલફ્રેન્ડને લઇને દિલ્હી મેટ્રો સ્ટેશનના ટોઇલેટમાં જતા દર્શાવવામાં આવ્યા છે. અંગત પળો વીતાવવા દેવા માટે પત્રકારે જ્યારે સફાઇ કર્મચારીને વાત કરી તો કર્મચારીએ તેમની પાસેથી રૂપિયા 500 ભાડા પેટે માંગ્યા હતા.

દિલ્હી મેટ્રો એમએમએસ કાંડ માટે બદનામ

દિલ્હી મેટ્રો એમએમએસ કાંડ માટે બદનામ

આ અગાઉ આ જ વર્ષની 7 જુલાઇના રોજ દિલ્હી મેટ્રો સ્ટેશન્સ પર અને મેટ્રો ટ્રેનમાં કપલ્સના અંતરંગ પળોનું વિડિયો રેકોર્ડિંગ કરી તેને એમએમએસ તરીકે પોર્ન સાઇટ્સ કે એડલ્ટ સાઇટ્સ પર મૂકવામાં આવતા હોવાની બાબત બહાર આવી હતી જેની તપાસ થઇ રહી છે.

મેટ્રો ટ્રેન પોર્ન વિડિયોની ધૂમ

મેટ્રો ટ્રેન પોર્ન વિડિયોની ધૂમ

પોર્ન સાઇટ પર મૂકવામાં આવેલા 2થી 10 મીનિટના 250થી વધુ સેક્સ ક્લિપિંગ્સ અને એમએમએસને અંદાજે દોઢ લાખ લોકોએ જોયા હતા. પોર્ન માર્કેટમાં આ એમએમએસે ધૂમ મચાવી હતી. આ વિડિયોમાં પ્રેમી પંખીડાઓ ઉપરાંત ગે અને લેસ્બિયન કપલ્સના પણ અંતરંગ દ્વશ્યો હતા.

દિલ્હી મેટ્રોના ટોઇલેટ સેક્સ માટે ભાડે અપાય છે

English summary
Delhi Metro staff renting out rooms toilets to couples seeking privacy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X