દિલ્લીમાં સગીર સાથે રેપના બે કેસ, પોલિસે આરોપીઓને પકડ્યા
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં માનવતાને શરમમાં મૂકી દેતા બે કેસ સામે આવ્યા છે. પહેલો કેસ દિલ્લીના અશોક વિહારનો છે જ્યાં એક 8 વર્ષની બાળકી સાથે તેના જ સંબંધીઓ દુષ્કર્મ કર્યુ છે. વળી, બીજો કેસ દિલ્લીની સરાય કાલે ખાંનો છે. અહીં 16 વર્ષીય સગીર બાળકી સાથે તેના પડોશીએ જ કથિત રીતે બળાત્કાર કર્યો. પોલિસે બંને કેસોમાં આરોપીઓને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા અમુક દિવસોથી બળાત્કારની ઘટના માટે લોકોમાં આક્રોશ છે. આ દરમિયાન દિલ્લીમાં બે બાળકીઓ સાથે રેપના સમાચારોએ હોબાળો મચાવી દીધો છે. બંને કેસમાં બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર તેમના ઓળખીતા જ છે. અશોક વિહાર કેસમાં પોલિસે બુધવારે જણાવ્યુ કે 8 વર્ષની બાળકી સાથે યૌન ઉત્પીડનનો આરોપી બીજો કોઈ નહિ પરંતુ બાળકીનો સંબંધી જ છે. આ કેસની ફરિયાદ મળ્યા બાદ પોલિસે આરોપીને પકડી લીધો છે. અશોક વિહારની ઘટનાએ એક વાર ફરીથી સંબંધોને શરમમાં મૂકી દીધા છે.
આ તરફ કાલે ખાંવાળા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલ આરોપીએ બળાત્કારના આરોપથી ઈનકાર કરી દીધો છે. પોલિસના જણાવ્યા મુજબ આરોપીએ પૂછપરછમાં જણાવ્યુ કે તેેણે પડોશમાં રહેતી 16 વર્ષીય બાળકી સાથે કોઈ દુષ્કર્મ કર્યુ નથી. તમને જણાવી દઈએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ 2018ની સરખામણીમાં 2019માં દિલ્લીમાં રેપ અને હત્યાની ઘટનાઓમાં વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્લી પોલિસ પાસે સરેરાશ દર સપ્તાહે 24 કેસ નોંધવામાં આવ્યા છે. 2019માં રેપના કેસોમાં દિલ્લીમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં 3 ટકાનો વધારો રહ્યો છે. રેપ જ નહિ દેશની રાજધાનીમાં હત્યાની ઘટનાઓમાં પણ એક વર્ષમાં થોડો વધારો નોંધવામાં આવ્યો છે. આ વધારો 1.5 ટકાનો છે. જે એક વર્ષમાં 513થી વધીને 521 થયો છે.
આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે સતત સીઝફાયર તોડી રહ્યુ છે પાકિસ્તાનઃ વિદેશ મંત્રાલય