Delhi-NCR Pollution: દિલ્લીની આબોહવા આજે પણ ઝેરી, ક્લીન ફ્યુઅલ પર શિફ્ટ ન થનાર ઉદ્યોગો થશે તાત્કાલિક બંધ
નવી દિલ્લીઃ બુધવારે પણ દિલ્લી-એનસીઆરની હવામાં કોઈ સુધારો થયો નથી. આજે પણ અહીં સરેરાશ એર ક્વૉલિટી ઈંડેક્સ(AQI)235 જ છે કે જે ખરાબ શ્રેણીમાં માનવામાં આવે છે. જો કે વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલી(SAFAR)એ કહ્યુ છે કે હવાની ક્વૉલિટી પહેલાથી થોડી સારી થઈ છે. વળી, વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ આયોગ(CAQM)એ મંગળવારે એ બધા ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવાનના આદેશ જાહેર કર્યા છે જેમણે ઔદ્યોગિક ક્ષેભોમાં સ્વચ્છ ઈંધણ પર સ્વિચ કર્યુ નથી. આવા બધા ઉદ્યોગ હાલમાં 12 ડિસેમ્બર સુધી કામ નહિ કરે. વળી, આગળ આ અંગે નિર્ણય 12મી પછી લેવામાં આવશે.
આ ઉપરાંત દિલ્લીમાં હજુ પણ જરુરી ટ્રકોને છોડીને ટ્રકો પર પ્રવેશ બેન લાગેલો છે. તમને જણાવી દઈએ કે દિલ્લી નવેમ્બરથી જ પ્રદૂષણની માર સહન કરી રહ્યુ છે. જો કે સફરનુ કહેવુ છે કે પહેલાથી સ્થિતિ થોડી સુધરી છે.
આ હતી આજે સવારે દિલ્લીમાં AQIની સ્થિતિ
પૂસા, દિલ્લી IMD - પશ્ચિમ દિલ્લી - 299 AQI - ખરાબ
પૂસા, દિલ્લી DPCC - પશ્ચિમ દિલ્લી - 289 AQI - ખૂબ ખરાબ
શાદીપુર, દિલ્લી - પશ્ચિમ દિલ્લી - 278 AQI - ખૂબ ખરાબ
દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 287 AQI - ખૂબ ખરાબ
અશોક વિહાર દિલ્લી - 291 AQI - ખૂબ ખરાબ
NSIT, દ્વારકા, દિલ્લી - 285 AQI - ગંભીર
લોધી રોડમાં એર ક્વૉલિટી ઈંડેક્સ(AQI) - 289 - ખરાબ
મંગળવારે મુખ્ય શહેરોનો AQI રેકૉર્ડ નીચે મુજબ રહ્યો(યુપી-હરિયાણામાં પણ સ્થિતિ ખરાબ)
ગુરુગ્રામમાં AQI 312
ફરીદાબાદમાં AQI 311
ગાઝિયાબાદમાં AQI 343
ગ્રેટર નોઈડામાં AQI 328
મુરાદાબાદમાં AQI 329
આગ્રામાં AQI 327
જયપુરમાં AQI 261
લખનઉમાં AQI 272
અંબાલામાં AQI 251
ખાસ વાતો
PM10 કે પર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે કે જે વાયુમાં હાજર ઠોસ કણો અને તરલ ટીપાંનુ મિશ્રણ હોય છે.
AQI એક સંખ્યા છે જેનો ઉપયોગ સરકારી એજન્સીઓ વાયુ પ્રદૂષણનુ સ્તર બતાવવા માટે કરે છે.