For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્ફીલી હવાથી ઠુઠવાયુ દિલ્લી, 3 ડિગ્રી હજુ ઘટશે, 118 વર્ષનો રેકોર્ડ તૂટવાની તૈયારી

દિલ્લીમાં ઘટતા તાપમાને છેલ્લા 118 વર્ષોનો રેકોર્ડ તોડવાની તૈયારી કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી-એનસીઆરમાં કડાકાની ઠંડી પડી રહી છે. ઘટતા તાપમાન અને શીતલહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. દિલ્લીમાં ઘટતા તાપમાને છેલ્લા 118 વર્ષોનો રેકોર્ડ તોડવાની તૈયારી કરી લીધી છે. 1901 બાદ બીજી વાર આવુ થયુ છે જ્યારે તાપમાનમા આટલો ઘટાડો આવ્યો છે. વળી, સ્થિતિ હજુ વધુ બગડી શકે છે. પારો સતત ઘટી રહ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્લીનુ લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધવામાં આવ્યુ. માનવામાં આવી રહ્યુ છે કે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચશે. શીત લહેર અને ધૂમ્મસના કારણે વિઝિબિલીટી ઘટીને 200 મીટર થઈ ગઈ છે.

પારો હજુ 3 ડિગ્રી સુધી ઘટી શકે છે

પારો હજુ 3 ડિગ્રી સુધી ઘટી શકે છે

દિલ્લીની આ ઠંડીમાં સૌથી વધુ મુશ્કેલી એ લોકોને થઈ રહી છે જે બેઘર છે. નાઈટ શેલ્ટરમાં રાત પસાર કરનાર લોકો માટે આટલી ઠંડીમાં રાત પસાર કરવી મુશ્કેલ છે. કડાકાની ઠંડી સહન કરીરહેલા દિલ્લીવાળાને હાલમાં આ ઠંડીથી રાહત નહિ મળે. માનવામાં આવી રહ્યુ છે કે દિલ્લીવાળાને હજુ કડાકાની ઠંડી સહન કરવી પડશે. હવામાન વૈજ્ઞાનિકોની માનીએ તો 28 ડિસેમ્બરે પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.

118 વર્ષનો રેકોર્ડ તૂટવાની તૈયારી

118 વર્ષનો રેકોર્ડ તૂટવાની તૈયારી

લઘુત્તમ તાપમાનમા ઘટાડો થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં 28 અને 29 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. ઠંડીને જોતા ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમા શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 1997 બાદ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીનો સૌથી લાંબો અને ખૂબ જ ઠંડો દિવસ નોંધવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ટેક્સપેયર્સને નવા વર્ષની ભેટ, ઈનકમ ટેક્સ સ્લેબમાં મોદી સરકાર મોટો બદલાવ કરી શકેઆ પણ વાંચોઃ ટેક્સપેયર્સને નવા વર્ષની ભેટ, ઈનકમ ટેક્સ સ્લેબમાં મોદી સરકાર મોટો બદલાવ કરી શકે

રાજસ્થાનમાં ઘણા સ્થળોએ રાતનુ તાપમાન 1 ડિગ્રી પહોંચ્યુ

રાજસ્થાનમાં ઘણા સ્થળોએ રાતનુ તાપમાન 1 ડિગ્રી પહોંચ્યુ

પૂર્વાનુમાન મુજબ ઉત્તરમાં પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ ચાલુ રહેવાના કારણે કડાકની ઠંડી પડી રહી છે. રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યુ છે. શેખાવટી અંચલમાં ઠંડી ખૂબ જ છે. સીકર જિલ્લાં ગુરુવારે તાપમાન ફ્રીઝીંગ પોઈન્ટર પર પહોંચી ગયુ. ઠંડીનો પ્રકોપ હજુ વધી શકે છે.

English summary
Delhi-NCR Coldest in 118 year, Mercury Falls upto 3 Degree Celsius in Delhi soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X