Weather: દિલ્લીની હવામાં સામાન્ય સુધારો, શુક્રવારથી ફરીથી બદલાશે હવામાન
નવી દિલ્લીઃ દેશની રાજધાની એટલે કે દિલ્લીના અમુક વિસ્તારોમાં મંગળવારે હળવો વરસાદ થવાથી હવામાન ખુશનુમા થઈ ગયુ છે. વળી, દિલ્લીના પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. આજે અહીંની હવા કાલની તુલનામાં ઘણી સારી છે. જો કે હવાની ગુણવત્તામાં સામાન્ય સુધારો થયો છે પરંતુ તેમછતાં પણ દિલ્લીની હવા શ્વાસ લેવા જેવી છે. આજે સવારે અહીં ઘણા વિસ્તારોમાં AQI202 નોંધવામાં આવ્યો છે કે જે પહેલાની સરખામણીમાં થોડો સારો છે જ્યારે મંગળવારે દિલ્લીનો AQI 244 હતો જે ખરાબ શ્રેણીમાં આવે છે.

શુક્રવારથી ચડશે દિલ્લીનો પારો
જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લી-એનસીઆરમાં આજે અને કાલે હળવો વરસાદની સંભાવના છે પરંતુ શુક્રવારથી હવામાનમાં ફેરફાર થશે અને પારો એકદમ ચડશે. આઈએમડીના સ્થાનિક હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ કે શુક્રવારથી તાપમાન ફરીથી વધવાની સંભાવના છે. પૂર્વાનુમાન કહે છે કે હોળીની આસપાસ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયલ આસપાસ રહેવાની સંભાવના છે.

દિલ્લીનો પણ બદલાશે મિજાજ
હાલમાં આજે માત્ર દિલ્લી જ નહિ પરંતુ પૂર્વોત્તરમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ પારો આગલા 2 દિવસોમાં 35 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. અહીં દિવસના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજધાનીમાં પ્રદૂષણ પણ વધશે
ગરમી વધવા સાથે રાજધાનીમાં પ્રદૂષણ પણ વધી શકે છે માટે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. શુક્રવાર-શનિવારે એક વાર ફરીથી દિલ્લીમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે જેની અસર આસપાસમાં પણ થશે.