હવે જહાંગીરપુરીમાં ગેરકાયદે નિર્માણ પર ચાલશે બુલડોઝર, MCDએ મદદ માટે દિલ્લી પોલિસ પાસે માંગ્યા 400 જવાન
નવી દિલ્લીઃ દિલ્લીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ પોલિસ પ્રશાસન અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં લાગી ગયુ છે. જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે નિર્માણ તેમજ અતિક્રમણ હટાવવાનુ અભિયાન ચલાવવામાં આવશે. એમસીડી તરફથી આ અંગે આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અભિયાન આજે અને કાલે એટલે કે 20 તેમજ 21 એપ્રિલના રોજ ચાલશે.

400 જવાનો સંભાળશે કાયદો અને વ્યવસ્થા
દિલ્લી પોલિસના 400 જવાનોને કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે કહેવામાં આવ્યુ છે. જહાંગીરપુરીથી અમુક ફોટા સામે આવ્યા છે જેમાં લેટેસ્ટ સ્થિતિ જોઈ શકાય છે. ત્યાંથી અતિક્રમણ હટાવવામાં આવી રહ્યા છે. કબાડીઓને ભગાવવામાં આવી રહ્યા છે.

લોકો કચરો ભેગો કરી રહ્યા છે
ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યુ, 'અમુક લોકોએ અહીં કબાડ એકઠો કરી રાખ્યો છે. તે ત્યાં કચરો કે ગંદી સામગ્રી ભેગી કરે છે. હવે તે એને હટાવી રહ્યા છે કારણકે ખબર પડી છે કે અહીં બુલડોઝર આવશે.'

એમસીડીનુ નોટિફિકેશન
વળી, એમસીડીનુ નોટિફિકેશન સામે આવ્યુ છે જેમાં એ આદેશ આપવામાં આવ્યા છે કે વિસ્તારમાં જ્યાં અતિક્રમણ થયુ છે અને જ્યાં ગેરકાયદે નિર્માણ કાર્ય થયુ છે તેને હટાવવામાં આવશે.

અપ્રિય ઘટનાની શંકાને જોતા અમે પોલિસ ફોર્સની માંગ
ઉત્તર દિલ્લી નગર નિગમના મેયર રાજા ઈકબાલ સિંહે કહ્યુ કે જહાંગીરપુરીમાં ગેરકાયદે નિર્માણ તેમજ સરકારી જમીન પર અતિક્રમણને ઉત્તર દિલ્લી નગર નિગમ દ્વારા હટાવવામાં આવશે. હનુમાન જયંતિના દિવસે અમુક અસામાજિક તત્વોએ જુલુસ પર પત્થરમારો કર્યો, કોઈ અપ્રિય ઘટનાની શંકાને જોતા અમે પોલિસ ફોર્સની માંગ કરી છે.
दिल्ली: डीसीपी (उत्तर पश्चिम) उषा रंगनानी ने जहांगीरपुरी क्षेत्र का निरीक्षण किया। pic.twitter.com/xXm69vuEQj
— ANI_HindiNews (@AHindinews) April 20, 2022