For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ અને સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ દરમિયાન દિલ્લી પોલિસે હાયર કર્યા હતા 100 ફોટોગ્રાફર, જાણો કેમ?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોંડ્રીંગ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. EDની પૂછપરછ દરમિયાન દિલ્લી પોલિસે હાયર કર્યા 100 ફોટોગ્રાફર. જાણો કારણ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોંડ્રીંગ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજધાની દિલ્લીમાં ઉગ્ર પ્રદર્શન કર્યુ. કોંગ્રેસના આ પ્રદર્શનોને કેમેરામાં કેદ કરવા માટે દિલ્લી પોલીસે 100 ફોટોગ્રાફરોને હાયર કર્યા હતા. રિપોર્ટ અનુસાર આ ફોટોગ્રાફર્સને રોજના બે હજારથી લઈને ચાર હજાર રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા. આ કવરેજ માટે દિલ્લી પોલિસે 2થી 4 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

sonia ganhdi

દિલ્લી પોલિસે 100 ફોટોગ્રાફર્સને કર્યા હાયર

ન્યૂઝ એજન્સી આઈએએનએસ મુજબ ઈડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ પણ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ. વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની દરેક હિલચાલ પર નજર રાખવા માટે દિલ્લી પોલિસે 100 ખાનગી ફોટોગ્રાફરોને હાયર કર્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પોલિસ દ્વારા આ વ્યૂહાત્મક પગલુ કોંગ્રેસના કાર્યકરોના વિરોધને કારણે ઊભી થતી કોઈપણ અપ્રિય ઘટના પર નજર રાખવા માટે લેવામાં આવ્યુ હતુ.

દિલ્લી પોલિસે ફોટોગ્રાફર્સ પર ખર્ચ્યા લાખો રુપિયા

દિલ્લી પોલિસે એક ખાનગી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ફોટોગ્રાફરોને હાયર કર્યા હતા. આ ફોટોગ્રાફર્સને તેમના અનુભવના આધારે વ્યક્તિ દીઠ આશરે રૂ.2000થી રૂ.4000 ચૂકવવામાં આવતા હતા. આમ દિલ્લી પોલિસે કવરેજ માટે આશરે રૂ.2 લાખથી રૂ.4 લાખ ચૂકવ્યા હતા. આ ફોટોગ્રાફરોને ઈડી હેડક્વાર્ટરમાં અને તેની આસપાસ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

English summary
Delhi Police hired 100 photographers to capture Congress moves during Rahul and Sonia Gandhi ED questioning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X