
દિલ્હી પોલીસે કુલદીપ ફજ્જાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો, ફિલ્મી સ્ટાઈલમાં હોસ્પિટલેથી ભાગ્યો હતો
દેશની રાજધાની દિલ્હીના જીટીબી હોસ્પિટલેથી 25 માર્ચે ફિલ્મી સ્ટાઈલમાં ભાગના ઈનામી ગેંગસ્ટર કુલદીપ ફઝ્ઝાને દિલ્હી પોલીસે ઠાર માર્યો છે. દિલ્હી પોલીસ સાથે એન્કાઉન્ટરાં કુલદીપ ઉર્ફ ફજ્જા ઘાયલ થઈ ગયો હતો. જે બદ પોલીસવાળા તેને હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો. દિલ્હી પોલીસ મુજબ રોહિણીના સેક્ટર 14માં એક ફ્લેટમાં સ્પેશિયલ સેલની ટીમ સાથે ફાયર એક્સચેન્જ દરમ્યાન જીટીબી હોસ્પિટલેથી ભાગી ગયેલો એક આરોપી કુલદીપ ફજ્જા ઘાયલ થઈ ગયો હતો. જે બાદ તેને આંબેડકર હોસ્પિટલે લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવાયો.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગેંગસ્ટર કુલદીપ ફજ્જાના બે મિત્રોની ધરપકડ કરી લીધી. દિલ્હીના જીટીબી હોસ્પિટલેથી ગેંગસ્ટર કુલદીપ ફજ્જાને ભાગવા માટે ગોગી ગેંગે ફિલ્મી સ્ટાઈલમાં ફૂલપ્રૂફ પ્લાનિંગ કર્યું હતું. એક સ્ક઼ૉર્પિયો અને એક બાઈક લઈ ગોગી ગેંગના મેમ્બર હોસ્પિટલ બિલ્ડિંગની બહાર ઠીક એ જગ્યાએ જ ચક્કર લગાવી રહ્યા હતા, જ્યાં દિલ્હી પોલીસ જીટીબી હોસ્પિટલની અંદર કુલદીપને લઈ બહાર નિકળનાર હતી. ગોગી ગેંગના બદમાશ પાસે હથિયારો પણ હતાં. જેવી જ પોલીસ ગેંગસ્ટર કુલદીપને લઈ હોસ્પિટલ બિલ્ડિંગથી બહાર નિકળી બદમાશોએ પોલીસ પર લાલ મરચાનું પાવડર ફેંક્યો અને હથિયારોથી ફાયરિંગ પણ કર્યું અને કુલદીપને લઈ ભાગી નિકળ્યા હતા. બદમાશોએ ઘટના સ્થળ પર ત્રણ પિસ્તોલ, એક રિવોલ્વર અને કેટલાય કારતૂસ છોડી દીધા હતા.
ગેંગસ્ટર કુલદીપ ફજ્જાપર હત્યા સહિત 70થી વધુ મામલા નોંધાયેલા હતા. માત્ર દિલ્હીનો જ નહિ, કુલદીપ હરિયાણા પોલીસનો પણ વોન્ટેડ હતો. દિલ્હી પોલીસે ગેંગસ્ટર કુલદીપ ફજ્જા પર બે લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. દિલ્હી પોલીસે વર્ષ 2020માં તેની ધરપકડ કરી હતી. જેવો જ તે હોસ્પિટલની બહારથી ભાગ્યો કે દિલ્હી પોલીસ તેને પકડવા માટે અલર્ટ હતી. ગેંગસ્ટર કુલદીપ ફજ્જાને ભગાડવામાં એક સગીર આરોપીનો પણ હાથ હતો.
સીરમ ઇન્સ્ટીટ્યુટે આપી વધુ એક ગૂડ ન્યુઝ, ભારતમાં શરૂ થયું Covovaxનું ટ્રાયલ