• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્લી પોલિસના સમર્થનમાં આવ્યા કિરણ બેદી, જણાવ્યુ 31 વર્ષ પહેલા કેમ થયો હતો વકીલો પર લાઠીચાર્જ

|

પુડુચેરીના ઉપરાજ્યપાલ અને પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ તીસ હજારી કોર્ટમાં પોલિસ-વકીલોના વિવાદ પર મંગળવારે દિલ્લી પોલિસને સલાહ આપી છે. કિરણ બેદીએ દિલ્લી પોલિસને કહ્યુ છે કે તે પોતાના વલણ પર દ્રઢતાથી અડગ રહે ભલે પરિણામ ગમે તે હોય. વકીલો દ્વારા મારપીટ અને તોડફોડના વિરોધમાં દિલ્લીના પોલિસકર્મીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કિરણ બેદીએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે 31 વર્ષ પહેલા પણ આવો સામનો કરવો પડ્યો હતો.

પોતાના વલણ પર અડગ રહે દિલ્લી પોલિસઃ કિરણ બેદી

પોતાના વલણ પર અડગ રહે દિલ્લી પોલિસઃ કિરણ બેદી

કિરણ બેદીએ જણાવ્યુ કે, ‘જાન્યુઆરી 1988માં આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે સેન્ટ કોલેજમાં ચોરીના આરોપમા પકડાયેલા એક વકીલને હાથકડી લગાવીને તીસ હજારી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પૂર્વ આઈપીએસ અધિકારીએ જણાવ્યુ, પરંતુ હુ મારા વલણ પર અડગ રહી અને વકીલને હાથકડી લગાવવા માટે જવાબદાર પોલિસકર્મીઓના સસ્પેન્શન અને ધરપકડની વકીલોની માંગ આગળ ન ઝૂકી.'

1988ની ઘટનાનો કર્યો ઉલ્લેખ

1988ની ઘટનાનો કર્યો ઉલ્લેખ

બેદીએ કહ્યુ કે ધરપકડ સમયે વ્યક્તિએ પોતાને વકીલ નહોતો બતાવ્યો અને સાથે જ પોલિસને બીજુ નામ કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે અત્યારા કેસમાં દિલ્લી પોલિસે પોતાની વાત મજબૂતી સાથે મૂકવી જોઈએ અને તેના પર અડગ રહેવુ જોઈએ, ભલે પરિણામ ગમે તે હોય. કિરણ બેદી જાન્યુઆરી, 1988ની એ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યારે દિલ્લી પોલિસે રાજેશ અગ્નિહોત્રી નામના વકીલની ધરપકડ કરી હતી, સેન્ટ સ્ટીફન કોલેજના છાત્રોએ રાજેશને લેડીઝ કૉમન રૂમમાં કથિત રીતે ચોરી કરતા પકડ્યો હતો. વકીલની ધરપકડનો ત્યારે અન્ય વકીલોએ જોરદાર વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોડી રાતે એક કલાક ચાલી બેઠક

વકીલને એ જ દિવસે છોડવામાં આવ્યો હતો

વકીલને એ જ દિવસે છોડવામાં આવ્યો હતો

તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા બાદ વકીલને એ જ છોડી દેવામાં આવ્યા અને દિલ્લી પોલિસ કમિશ્નરને આરોપી પોલિસકર્મીઓ સામે એક્શન લેવા માટે કહેવામાં આવ્યુ. ત્યારબાદ 18 જાન્યુઆરીના રોજ વકીલ પોતાની માંગ માટે હડતાળ પર જતા રહ્યા હતા. ત્યારે કિરણ બેદીએ 20 જાન્યુઆરીના રોજ એક સંમેલનમાં પોલિસની કાર્યવાહીને ન્યાયોચિત ગણાવીને કથિત ‘ચોર'ને દોષમુક્ત કરવા મેજિસ્ટ્રેટના આદેશની ટીકા કરી હતી.

વકીલો પર થયો હતો લાઠીચાર્જ

વકીલો પર થયો હતો લાઠીચાર્જ

આના આગલા દિવસે વકીલોના સમૂહે તીસ હજારી કોર્ટ પરિસરમાં સ્થિત બેદીના કાર્યાલયમાં તેમની સાથે મુલાકાત કરવી ઈચ્છી, તે તેમના કાર્યાલયમાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા તો તેમના પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપવામાં આવ્યો જેમાં ઘણા વકીલ ઘાયલ થઈ ગયા. આ કાર્યવાહીથી ભડકેલા વકીલ કિરણ બેદીના રાજીનામાની માંગ પર અડી ગયા અનેબે મહિના માટે અદાલતોમાં કામ કરવાનુ બંધ કરી દીધુ. વકીલોએ કિરણ બેદી પર અત્યાધિક બળ પ્રયોગનો આરોપ લગાવ્યો જ્યારે કિરણ બેદીએ કહ્યુ કે વકીલ તેમના કાર્યાલયમાં બળજબરીથી ઘૂસી આવ્યા હતા, તે ગાળો દઈ રહ્યા હતા અને કપડા ફાડી રહ્યા હતા ત્યારબાદ પોલિસને મજબૂરીમાં બળપ્રયોગ કરવો પડ્યો હતો.

હાઈકોર્ટે કરી હતી દખલ

હાઈકોર્ટે કરી હતી દખલ

વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટે દખલ કરી અને કેસની કપાસ માટે કમિટીની રચના કરવામાં આવી જેણે કહ્યુ કે આરોપી વકીલને હાથકડી લગાવવી ખોટી હતી. કમિટીએ કિરણ બેદીના ટ્રાન્સફરની ભલામણ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે દિલ્લીની તીસ હજારી કોર્ટમાં શનિવારે 2 નવેમ્બરના રોજ પોલિસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક વિવાદ થયો હતો. બંને તરફથી એકબીજા પર હુમલો કરવા અને મારપીટ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. કેસમાં અમુક વકીલ ઘાયલ થયા તો વળી ઘણા વાહનોને પણ આગના હવાલે કરવામાં આવ્યા હતા. ઘટના બાદ વકીલોએ દેશભરમાં પ્રદર્શન કર્યા હતા.

English summary
delhi police-lawyer clashes a reminiscent of 1988 Kiran Bedi's incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more