For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: મંજૂરી વગર જીજ્ઞેશ મેવાણી આજે કરશે હુંકાર રેલી

જીજ્ઞેશ મેવાણી અને દિલ્હી ડીએસપી આમને સામને, હુંકાર રેલી કરવા મામલે ઊભો થયો વિરોધ. પણ તેમ છતાં જીજ્ઞેશ મેવાણીએ રેલી ત્યાં જ નીકાળવાનો કર્યો છે નિર્ણય. જીજ્ઞેશ મેવાણી, દિલ્હી, દલિત, હુંકાર રેલી, નરેન્

By Chaitali
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં દલિત નેતા અને ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આજે હુંકાર રેલી નીકાળશે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ અને સુરક્ષા કારણોને બતાવીને અહીં રેલી નીકાળવાની મનાઇ કરી છે. પણ હવે આ વાતે વિવાદનું સ્વરૂપ લઇ લીધું છે. અને તેના સમર્થકોનું કહેવું છે કે પોલીસ જાણીજોઇને આ રેલીને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે પહેલા અમને મંજૂરી મળી હતી અને હવે તે લોકો ના પાડી રહ્યા છે, જે અયોગ્ય છે. નોંધનીય છે કે નવી દિલ્હીના ડીસીપીએ સોમવારે મોડી રાતે ટ્વિટ કરીને લખ્યું હતું કે એનજીટીના આદેશ મુજબ હજી સુધી પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પર પ્રસ્તાવિત પ્રદર્શનને દિલ્હી પોલીસ તરફથી મંજૂરી નથી આપવામાં આવી. સાથે જ અમે પ્રદર્શનકારીઓને કહ્યું છે કે તે અન્ય જગ્યાએ રેલી કરી પણ તે રાજી નથી થયા.

Jignesh mevani

ડીસીપીના ટ્વીટ પછી મેવાણી અને તેના સમર્થકો પણ વળતો પ્રહાર કર્યો છે. હુંકાર રેલીનું આયોજન કરી પહેલા લેફ્ટ સંગઠનના કાર્યકર્તાઓએ તેના વિરોધમાં ઉતર્યા છે. જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી છાત્રસંધના પૂર્વ ઉપાધ્યક્ષ અને લેફ્ટ વિદ્યાર્થી નેતા શહલા રાશિદે ટ્વિટ કરીને કહ્યું છે કે "ડીસીપી સર, રેલી તો ત્યાં જ કરીશું". ઉલ્લેખનીય છે કે રેલીના સમર્થકોનું કહેવું છે કે આ રેલી દલિતો પર થયેલા અત્યાચારના વિરોધ આયોજીત કરવામાં આવી છે માટે તેને નામંજૂર કરવામાં આવી છે. વધુમાં મેવાણીના સમર્થકોને પ્રશાંત ભૂષણનું પણ સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે એનજીટીના આદેશ જંતર મંતર માટે છે. પાલિર્યામેન્ટ સ્ટ્રીટ માટે નહીં, જો પોલીસ રેલીને રોકે છે તો તે મૌલિક અધિકારોનું હનન છે.

English summary
Late on Monday night, 8 January, the DCP of New Delhi said no permission was granted to Vadgam MLA Jignesh Mewani to hold a rally on 9 January at Parliament Street in view of the orders placed by the National Green Tribunal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X