દિલ્હી: તિજોરીમાં ઠાંસીને ભર્યા હતા 13.5 કરોડ, 2.61 કરોડ નવી નોટોમાં, ક્રાઇમ બ્રાંચે કર્યા જપ્ત

Subscribe to Oneindia News

રાજધાની દિલ્હીના સૌથી પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં પોલિસે દરોડો પાડીને લગભગ 13.50 કરોડથી વધુની નવી અને જૂની નોટો પકડી છે. તસવીરમાં બતાવ્યા પ્રમાણે નોટોને તિજોરીમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવી હતી. જાણકારી મુજબ દિલ્હી પોલિસની ક્રાઇમ બ્રાંચે આ નોટ ગ્રેટર કૈલાશના પોશ એરિયામાં સ્થિત ટી એંડ ટી લો ફર્મ પર દરોડો પાડીને મેળવ્યા છે.

money

દરોડા દરમિયાન 2.5 કરોડ રુપિયાની નવી અને 7.5 કરોડ રુપિયા 500 અને 1000 રુપિયાના ચલણમાં મળ્યા છે. ક્રાઇમ બ્રાંચના જોઇંટ કમિશ્નર રવિન્દ્ર યાદવે કહ્યુ કે દિલ્હી પોલિસની ક્રાઇમ બ્રાંચે જીકે-1 માં સ્થિત ટી એંડ ટી લો ફર્મમાં દરોડો પાડ્યો. અહીં લગભગ 13.50 કરોડ રુપિયા પકડાયા છે.

તમિલનાડુમાં પકડાયા 24 કરોડ રુપિયા

શનિવારે તમિલનાડુના વેલ્લોરમાં આવકવેરા વિભાગે સર્ચ અભિયાન દરમિયાન 24 કરોડ રુપિયાની નવી નોટો જપ્ત કરી છે. વળી બીજી તરફ કર્ણાટકના ચિત્રદુર્ગ અને હુબલીમાં એક હવાલા ઓપરેટરને ત્યાં આવકવેરા વિભાગે દરોડો પાડતા 5.7 કરોડ રુપિયાની રોકડ 2000 રુપિયાની નવી નોટોમાં મળી છે. આ ઉપરાંત 32 કિલો ઘરેણાં, 90 લાખ રોકડા 500 અને 1000 રુપિયાના બંધ થઇ ગયેલી નોટોના રુપમાં મળ્યા છે. બાથરુમમાં બનેલા ગુપ્ત ભોંયરામાં રાખેલી તિજોરીમાંથી આ રોકડ મળી આવી હતી.

English summary
Delhi Police today raided the office of a law firm in southeast Delhi's Greater Kailash-I area and recovered Rs. 10 crore in cash
Please Wait while comments are loading...