For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપને ભાજપની લલકાર, કેજરીવાલને પૂછ્યા 5 સવાલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: દિલ્હી ચૂંટણીનો પારો એ સમયે વધી ગયો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર સવાલોનો મારો કરે. ભાજપાએ આપ સંયોજક કેજરીવાલને ઘેરતા જણાવ્યું કે તેમની સાથે 5 સવાલ રાખ્યા અને એ પણ જણાવ્યું કે હવે દરરોજ તેઓ આમ આદમી પાર્ટીની પોલ ખોલવા આવા જ તીક્ષ્ણ સવાલો કરશે.

ભાજપાએ નક્કી કર્યુ છે કે આ હેઠળ તેઓ 'આપ'થી દરેક દિવસે પાંચ સવાલો પૂછશે. ભાજપાએ અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને અસત્યનો સહારો લેનારી પાર્ટી ગણાવી પાંચ સવાલોના જવાબ માંગ્યા છે. ભાજપા નેતા રાજીવ પ્રતાપ રુડીએ સવાલોનો સિલસિલો શરૂ કરતા જણાવ્યું કે કેજરીવાલે પોતાના કેમ્પેઇનને ખોટા વચનો અને ભ્રામક પ્રચારની સાથે તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે દિલ્હીના લોગોની સામે આપની સત્યતા લાવવામાં આવે.

આવો એક નજર કરીએ ભાજપાના એ સવાલો પર જે પૂછાયા છે કેજરીવાલને...

કેજરીવાલને લલકાર

કેજરીવાલને લલકાર

કેજરીવાલે દિલ્હીમાં પોતાના સિદ્ઘાંતોની વિરુદ્ધ જઇને સરકાર કેમ બનાવી? તેમણએ સરકાર બનાવવા માટે કોંગ્રેસનો સહારો કેમ લીધો?

ભાજપની લલકાર

ભાજપની લલકાર

વાયદા પ્રમાણે કેજરીવાલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની વિરુદ્ધ કાર્યવાહી કેમ ના કરી? તેમની વિરુદ્ધ એફઆઇઆર કેમ ના કરી?

ભાજપના કેજરીવાલને સવાલ

ભાજપના કેજરીવાલને સવાલ

કેજરીવાલે પોતાની જાહેરાત છતાં સુરક્ષા કેમ લીધી? તેમને યુપી સરકારે જેડ ગ્રેડની સુરક્ષા આપી હતી. તેમણે જુલાઇ 2013માં કહ્યું હતું કે સુરક્ષા નહીં લે, છતાં સુરક્ષા કેમ લીધી?

કેજરીવાલ પર સવાલો

કેજરીવાલ પર સવાલો

ચૂંટણી પહેલા કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ પોતાની કારથી મુસાફરી કરશે, પરંતુ તેમણે સરકાર બનાવ્યા બાદ SUVની સુવિધા કેમ લીધી? શપથ લેવા માટે તેઓ મેટ્રોથી ગયા, પરંતુ સરકાર બન્યા બાદ SUVની સુવિધા કેમ લીધી?

દાનના રૂપિયાથી બિઝનેસ ક્લાસ

દાનના રૂપિયાથી બિઝનેસ ક્લાસ

દાનના રૂપિયાથી કેજરીવાલે પ્રાઇવેટ જેટથી અને હવાઇ યાત્રા દરમિયાન બિઝનેસ ક્લાસથી મુસાફરી કેમ કરી?

English summary
Raising the political heat ahead of Delhi Assembly Elections the BJP targeted AAP chief Arvind Kejriwal.BJP leader Rajiv Pratap Ruddy announced that his party will corner AAP on various issues in the coming days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X