For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ચૂંટણી: સટ્ટા બજારમાં પણ ભાજપથી આગળ નીકળ્યું આપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: આજે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેની મતદાન પ્રક્રિયા ચાલુ છે. મતદાન પહેલા જ ઘણા સર્વે કેજરીવાલની પાર્ટીને આગળ બતાવતા હતા તો ઘણા સર્વે ભાજપને જીત અપાવતા હતા. જોકે હાજજીતનો ફેસલો તો દિલ્હીની જતા જ નક્કી કરશે. પરંતુ રાજનૈતિક ગરમા-ગરમી અને બધા જ સર્વેની વચ્ચે સટ્ટા બજાર પણ ગરમાયું છે. આ વખતની ચૂંટણીને લઇને 400 કરોડનો સટ્ટો લગાવવામાં આવ્યો છે તો અત્યાર સુધી 18 સટ્ટાખોરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ચૂંટણી સર્વેની જેમ સટ્ટા બજારમાં પણ આમ આદમી પાર્ટીની ધૂમ છે. સટ્ટા બજારમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે.

kiran kejriwal
ધરપકડ કરવામાં આવેલા સટ્ટાખોરો પાસેથી મળેલી જાણકારી અનુસાર સટ્ટા બજારમાં કેજરીવાલનો ભાવ 1 રૂપિયા 60 પૈસા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી પદની દાવેદાર કિરણ બેદી અહીં પણ નંબર બે પર છે. કિરણ બેદી પર 1 રૂપિયા 80 પૈસાનો ભાવ લાગેલો છે, જ્યારે કોંગ્રેસના અજય માકન પર 4 રૂપિયા 21 પૈસાનો ભાવ લાગેલો છે.

ભલે મુખ્યમંત્રીની રેસમાં કિરણ બેદી નંબર 2 પર હોય, પરંતુ બેઠકોના મામલામાં ભાજપ સૌથી આગળ છે. સટ્ટા બજારમાં ભાજપને સૌથી વધારે બેઠક મળતી દેખાઇ રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર માટે 1 રૂપિયા 78 પૈસાનો ભાવ લાગ્યો છે. સટ્ટેબાજોએ ચૂંટણીમાં આપને 33 બેઠકો અને ભાજપને 35 બેઠકો જીતતા બતાવ્યું છે.

English summary
With the political match between the BJP and AAP in Delhi entering into slog overs, it is team Kejriwal which has taken the power play in the betting market. And, they are scoring heavily.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X