For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, આવતા 10 દિવસમાં સ્થિતિ વણસી શકે

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનુ સ્તર આગામી 10 દિવસોમાં હજુ વધુ ખરાબ થવાના અણસાર છે જેને જોતા 1 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રાજધાનીમાં આશિંક બંધ જોવા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીનું પ્રદૂષણ સ્તર મંગળવારે ગંભીર શ્રેણીમાં પહોંચી ગયા બાદ પરિવહન વિભાગે 10-15 વર્ષ જૂના ડીઝલ-પેટ્રોલ વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જ્યારે નિગમોએ પણ ઘણા વિસ્તારોમાં નિર્માણ પર રોક લગાવી દીધી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનુ સ્તર આગામી 10 દિવસોમાં હજુ વધુ ખરાબ થવાના અણસાર છે જેને જોતા 1 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રાજધાનીમાં આશિંક બંધ જોવા મળી શકે છે. પ્રદૂષણ ફેલાવવા પર લાગેલી પાબંદી પર નજર રાખવા માટે 52 ટીમોની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફરી મોંઘા થયા LPG સિલિન્ડર, આટલા રૂપિયા વધી કિંમતઆ પણ વાંચોઃ ફરી મોંઘા થયા LPG સિલિન્ડર, આટલા રૂપિયા વધી કિંમત

દિલ્હીમાં હજુ વધશે પ્રદૂણનું સ્તર

દિલ્હીમાં હજુ વધશે પ્રદૂણનું સ્તર

દિલ્હી પરિવહન વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંગળવારે નોટિસ જારી કરી જૂના વાહનો રસ્તાઓ પર પકડાવા પર તેને જપ્ત કરવાની વાત કહી. પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ પ્રાધિકરણે ઓડ-ઈવન લાગૂ કરવા પર પણ વિચાર કરવા કહ્યુ છે. પ્રતિબંધિત વાહનો પર નજર રાખવા માટે પરિવહન વિભાગની એનફોર્સમેન્ટ ટીમ ઉપરાંત ટ્રાફિક પોલિસને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

10-15 વર્ષ જૂના ડીઝલ વાહનો પર રોક

10-15 વર્ષ જૂના ડીઝલ વાહનો પર રોક

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ પ્રાધિકરણે કહ્યુ કે પરિસ્થિતિ જો આ જ રીતે ખરાબ થતી ગઈ તો ખાનગી વાહનોને દિલ્હીમાં ચાલતા રોકવા પડશે. પ્રાધિકરણે કહ્યુ કે સ્મૉગને કારણે દિલ્હીની હવા ખતરનાક બની રહી છે. રાજધાની દિલ્હીમાં વાયુની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. વાયુમાં ખતરનાક કણો વધી રહ્યા છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહ્યુ છે

દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહ્યુ છે

હાલમાં સ્મૉગના કારણે દિલ્હી ગેસ ચેમ્બર રૂપે તબદીલ થતુ દેખાઈ રહ્યુ છે અને લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. આગામી દસ દિવસોમાં દિલ્હીની હાલત હજુ વધુ ખરાબ થઈ શકે છે અને એવામાં પ્રતિબંધિત વાહનોને રસ્તા પર આવવાથી રોકવામાં આવી રહ્યા છે જેથી પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થઈ શકે.

આ પણ વાંચોઃ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણમાં ઉપસ્થિત સરદાર પટેલનો પરિવાર, સંબંધીઓઆ પણ વાંચોઃ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણમાં ઉપસ્થિત સરદાર પટેલનો પરિવાર, સંબંધીઓ

English summary
delhi pollution: 10-day air pollution emergency may face partial shutdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X