પ્રદૂષણઃ સુપ્રીમ કોર્ટે પૂછ્યુ, શું પ્રતિબંધ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે?
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે દિલ્લીમાં પ્રદૂષણના વધતા સ્તરને જોતા થોડા દિવસ માટે દિલ્લી સહિત એનસીઆરમાં નિર્માણ કાર્યો(કન્સ્ટ્રક્શન વર્ક) પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રિપોર્ટ મુજબ પ્રતિબંધ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. દિલ્લીમાં સેન્ટ્રલ વિસ્ટાના ચાલી રહેલા નિર્માણ કાર્યને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોમવારે(29 નવેમ્બર)ના રોજ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યુ કે નિર્માણ કાર્યો પર પ્રતિબંધ છતા સેન્ટ્રલ વિસ્ટાનુ નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ હતુ ત્યારે સીજેઆઈએ કહ્યુ, 'અમે પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભલે તે સેન્ટ્રલ વિસ્ટા હોય કે ઈન્ડસ્ટ્રી કે કંઈ બીજુ, અમે તેને સમજાવવા માટે કહીશુ. અમુક મુદ્દાઓ પર ધ્યાન ન આપો અને તેના પર ધ્યાન કેન્દ્રીત કરો. નહિતર મામલાને ડાયવર્ટ કરી દેવામાં આવશે.'
ન્યાયમૂર્તિ રમણે કહ્યુ, 'અમે સૉલિસિટર જનરલને સેન્ટ્રલ વિસ્ટા મુદ્દે વ્યાખ્યા કરવા માટે કહીશુ. અમે તેમને પૂછ્યુ છે કે કેન્દ્ર સરકારની શું ભૂમિકા છે. શું ખરેખરમાં પ્રતિબંધ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે?' આના પર સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ, 'અમેઆજે એક એફિડેવિટ દાખલ કરી છે.'
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી, 'જો તમે પણ કાગળોનો એક ગુચ્છો દાખલ કરશો તે અમે તેને કેવી રીતે વાંચીશુ? અરજીકર્તા એમ વિચારીને કાગળો દાખલ કરે છે કે ન્યાયાધીશ તેને નહિ વાંચે. હવે સરકાર પણ આ જ કહી રહી છે.' સીજેઆઈએ આગળ કહ્યુ, 'તમે આ સુનિશ્ચિત કરવા માટે શું કરી રહ્યા છો કે રાજ્ય નિર્દેશોનુ પાલન કરી રહ્યા છે. તમે કહો છો કે અનુપાલન થઈ રહ્યુ છે, નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. બધુ સારુ છે પરંતુ દિવસના અંતે શું થઈ રહ્યુ છે? પરિણામ શૂન્ય છે.'
તમને જણાવી દઈએ કે દિવાળી બાદથી જ દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર ઘણુ વધી ગયુ છે. હવાની ગુણવત્તા ગંભીર અને ખૂબ ગંભીર શ્રેણીમાં છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં દિલ્લીમાં લૉકડાઉન પણ લગાવવામાં આવ્યુ હતુ. આ સાથે જ કન્સ્ટ્રક્શન વર્ક પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વિભાગના આદેશ અનુસાર 30 નવેમ્બર સુધી દિલ્હીમાં બિનજરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ, તબીબી સુવિધાઓ જેવી કે માલસામાન અને CNG/ઇલેક્ટ્રિક ટ્રકોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. હવામાનશાસ્ત્રીઓએ એવી પણ આગાહી કરી છે કે દિલ્હીમાં પ્રદૂષણને લઈને આગામી થોડા દિવસોમાં દિલ્હીનો AQI ખૂબ જ ખરાબ શ્રેણીમાં જઈ શકે છે. માહિતી અનુસાર, 27 અને 28 નવેમ્બરે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહેશે, ત્યારબાદ 30 નવેમ્બર સુધી AQIમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે.