For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદૂષણથી પરેશાન? હવે પહાડોની ફ્રેશ હવા ઘરે બેઠા જ મળશે

રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, જેને કારણે લોકોની મુસીબત વધી છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, જેને કારણે લોકોની મુસીબત વધી છે. બીજી બાજુ સરકાર અને પ્રશાશન પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં જોડાયેલા છે. તેમ છતાં પણ દિલ્હીની હવા સુધરવાનું નામ નથી લઇ રહી. એવી પરિસ્થિતિમાં જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોય તો થોડા પૈસા ખર્ચ કરીને તમે પહાડોની ફ્રેશ હવા લઇ શકો છો. ખરેખર કેટલીક કંપનીઓએ તાજા હવાને બોટલમાં પેક કરીને માર્કેટમાં ઉતારી દીધી છે. આ બોટલમાં તમને દેશ-વિદેશની ફ્રેશ હવા મળી જશે પરંતુ તેના માટે તમારા પૈસા ખર્ચ કરવા પડશે.

આ પણ વાંચો: દિલ્હીની હવામાં ઝેર, 60 ટકા લોકોને શ્વાસની સમસ્યા

બજારમાં પહાડોની તાજી હવાના બોટલ આવ્યા

બજારમાં પહાડોની તાજી હવાના બોટલ આવ્યા

મળતી જાણકારી અનુસાર દિલ્હીમાં ઘણી કંપનીઓએ અલગ અલગ જગ્યાઓની ફ્રેશ હવા બોટલમાં પેક કરીને માર્કેટમાં વેચાણ માટે ઉતારી છે. આ હવે કમ્પ્રેશ રૂપે બોટલમાં હશે, જેને તમે પ્રતિ લિટરના હિસાબે ખરીદી શકો છો. તેની ઉપયોગ કરવા માટે કંપનીઓએ બોટલ સાથે એક પંપની પણ વ્યવસ્થા કરી છે. આ એક માસ્ક જેવું હશે, જેને મોઢા પર લગાવીને તેને સ્પે કરીને તાજી હવા લઇ શકાશે.

દિલ્હીમાં હવાની સ્થિતિ ખરાબ

દિલ્હીમાં હવાની સ્થિતિ ખરાબ

ઘણી ભારતીય અને વિદેશી કંપનીઓએ શુદ્ધ હવાની બોટલ માર્કેટમાં ઉતારી છે. આ હવા હિમાલયની વાદીઓની પણ હોય શકે છે અને સાઉથ પેસેફીકની પણ હોય શકે છે. પરંતુ તમારે તેના માટે પૈસા ખર્ચ કરવા પડશે. મળતી જાણકારી અનુસાર હવાની આ શુદ્ધ બોટલ તમે ઓનલાઇન ઓર્ડર ઘ્વારા પણ મંગાવી શકો છો. તેની કિંમત પર ચર્ચા કરવામાં આવે તો અલગ અલગ કંપનીઓની કિંમત અલગ અલગ છે. એક વિદેશી કંપનીની સાઢા સાત લીટર શુદ્ધ હવાની બોટલ 1499 રૂપિયાની છે, જયારે 15 લીટરની બોટલ 1999 રૂપિયા સુધીની છે.

ભારતીય અને વિદેશી કંપનીઓએ શુદ્ધ હવાની બોટલ માર્કેટમાં ઉતારી

ભારતીય અને વિદેશી કંપનીઓએ શુદ્ધ હવાની બોટલ માર્કેટમાં ઉતારી

શુદ્ધ હવા માટે જો ભારતીય કંપનીની વાત કરવામાં આવે તો એક કંપનીએ ઉત્તરાખંડની પહાડોની શુદ્ધ હવાને બોટલમાં ઉતારી છે. કંપની લગભગ 10 લીટરની શુદ્ધ હવાની બોટલ 550 રૂપિયામાં વેચી રહી છે. શુદ્ધ હવાની આ બોટલનો ફાયદો ખાસ કરીને બીમાર લોકો, વૃદ્ધ અને નાના બાળકોને થશે. ઓનલાઇન ઓર્ડર કરવાના લગભગ 10 દિવસમાં આ બોટલ તમારી પાસે આવી જશે.

English summary
Delhi: Pollution severe air quality: take fresh air of the mountains, only Rs 550 to 1999.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X