દિલ્લી ચૂંટણી પરિણામોઃ ‘પાકિસ્તાન સામે લડનારા હાર્યા, ભારત માટે લડનારા જીત્યા'
દિલ્લી વિધાનસભા ચૂંટણીના રુઝાનોથી આમ આદમી પાર્ટી જ નહિ, ભાજપ વિરોધી પાર્ટીઓ પણ ગદગદ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ભાજપ વિરોધી પાર્ટીઓ ચૂંટણી પરિણામોના રુઝાનો જોયા બાદ ભાજપ પર કટાક્ષ કરવાનો કોઈ મોકો નથી છોડી રહી. આ કડીમાં રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી પણ ભાજપ પર નિશાન સાધવા માટે કૂદી પડ્યા છે.
જયંત ચૌધરીએ ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને પૂરા પરિણામ પહેલા જ જીતના અભિનંદન પાઠવી દીધા છે. તેમણે લખ્યુ છે, 'પાકિસ્તાન વિરુદ્ધ વિધાનસભાની ચૂંટણી લડનારા હારી ગયા, ભારત (શિક્ષણ, આરોગ્ય) માટે લડનારા જીતી ગયા છે. તમને અભિનંદન.'
पाकिस्तान के विरुद्ध विधान सभा का चुनाव लड़ने वाले हार गए,
— Jayant Chaudhary (@jayantrld) February 11, 2020
भारत (शिक्षा, स्वास्थ) के लिए लड़ने वाले जीत गए हैं!
आप को मुबारक!
તમને જણાવી દઈએ કે દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થયુ હતુ. આમાં તમામ એક્ઝીટ પોલે આમ આદમી પાર્ટીને ભાર જીતનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ અને ભાજપને કારમી હાર બતાવી હતી. પરંતુ રુઝાનોમાં આમ આદમી પાર્ટીની સારા બહુમતથી સરકાર બનતી જરૂર દેખાઈ રહી છે પરંતુ ભાજપે લગભગ એક તૃતીયાંશ સીટો પર બઢત મેળવી છ. એટલુ જ નહિ ભાજપનો મતટકામાં પણ અત્યાર સુધી લગભગ 8 ટકા આગળ વધતુ દેખાઈ રહ્યુ છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી ખરાબ હાલ કોંગ્રેસના થયા છે. તેણે ગઈ વખતની જેમ એક પણ સીટ તો નથી મળતી દેખાઈ રહી, તેના મતટકા પણ ઘટીને 5 ટકાથી પણ ઓછા રહેવાનુ અનુમાન છે.
આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ પત્ની સુનીતાના બર્થડે પર કેજરીવાલે આપી જીતની મોટી ભેટ