For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે લંપી ત્વચા રોગને અટકાવવા માટે શરુ કર્યુ રસીકરણ

દિલ્લી સરકારે સોમવારથી લંબી ત્વચા રોગના નિવારણ માટે તંદુરસ્ત પશુઓનુ રસીકરણ શરૂ કર્યુ છે તેમ અધિકારીઓએ માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે સોમવારથી લંબી ત્વચા રોગના નિવારણ માટે તંદુરસ્ત પશુઓનુ રસીકરણ શરૂ કર્યુ છે તેમ અધિકારીઓએ માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 571 પશુઓને ચેપ લાગ્યો છે. તેમણે કહ્યુ કે દિલ્લીમાં અત્યાર સુધીમાં 275 પશુઓ સંક્રમણમાંથી સાજા થયા છે અને હાલમાં 296 પશુઓની સારવાર ચાલી રહી છે.

cow

પશુપાલન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, 'અમે 'ગોટ પૉક્સ' માટે 25,000 રસી ખરીદી છે અને આજથી દિલ્લીમાં તંદુરસ્ત પશુઓનુ રસીકરણ શરૂ કર્યુ છે. આમાં લગભગ એક સપ્તાહનો સમય લાગશે.' અધિકારીએ જણાવ્યુ હતુ કે સરકાર વાયરસથી પ્રભાવિત વિસ્તારના પાંચ કિમીની ત્રિજ્યામાં આવતા પ્રાણીઓને રસી આપશે.

દક્ષિણ-પશ્ચિમ દિલ્લી જિલ્લામાં સૌથી વધુ લંપી રોગના કેસો મળી આવ્યા છે. જેમાં ગોયલા ડેરી વિસ્તાર, રેવલા ખાનપુર વિસ્તાર અને નજફગઢ વિસ્તારનો સમાવેશ થાય છે. સંક્રમણને કારણે રાજધાનીમાં અત્યાર સુધી કોઈ પશુઓના મૃત્યુની જાણ થઈ નથી.

English summary
Delhi's AAP government starts vaccination to prevent lumpy skin disease
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X