વાંચો 20 લોકોનો જીવ બચાવનાર બહાદુર મહિલાની કહાની

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં સોમવારે એક ફેક્ટરીમાં આગ લાગી ગયી. જેમાં 4 લોકોની મૌત થઇ ગયી હતી. જયારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હતા. ફેક્ટરીમાં ફસાયા 20 લોકોને એક 58 વર્ષની મહિલાએ બહુદારીપૂર્વક બચાવ્યા હતા. આ બહાદુર મહિલાનું નામ જ્યોતિ વર્મા છે. જેઓ સુલ્તાનપુરી માં રહે છે. સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે ફેક્ટરીમાં આગ લાગી.

આગમાં ફસાયેલા લોકોની મદદ માટે 58 વર્ષની મહિલા આગળ આવી

આગમાં ફસાયેલા લોકોની મદદ માટે 58 વર્ષની મહિલા આગળ આવી

જયારે આગ લાગી ત્યારે મહિલા પોતાના ઘરમાં હતી. 58 વર્ષની જ્યોતિ વર્મા પોતાના ઘરમાં જમવાનું બનાવી રહી હતી. ત્યારે તેમને અવાઝ સાંભળ્યો. ફેક્ટરીમાં ફસાયેલા લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. લોકોની મદદ માટે મહિલાએ બારીમાંથી સાડી આપી. પરંતુ આગમાં ફસાયેલા લોકો તેની ઉપયોગ કરવાથી ગભરાઈ રહ્યા હતા. ત્યારપછી મહિલા જાતે ટેરેસ પર ગયી.

લોકોએ જ્યોતિ અને ધર્મેન્દ્રનો આભાર માન્યો

લોકોએ જ્યોતિ અને ધર્મેન્દ્રનો આભાર માન્યો

આ દરમિયાન જ્યોતિની મદદ માટે ધમેન્દ્ર નામનો પાડોશી પણ આવી ગયો. બંનેએ મળીને યોજના બનાવી અને ફેકટરીમાં ફસાયેલા મજૂરોને સીઢી આપી. જેના કારણે લગભગ 20 લોકોનો જીવ બચ્યો. જ્યોતિએ જણાવ્યું કે ઘણા લોકો આગને કારણે નીચે કૂદવા માટે વિચારી રહ્યા હતા. આ આખી ઘટના પછી ફેકટરીમાં કામ કરી રહેલા 21 વર્ષના મજુર મોહમ્મદ અલીએ જણાવ્યું કે જ્યોતિ અને ધમેન્દ્ર બંને અમારા માટે ભગવાન છે. તેમને આમારો જીવ બચાવ્યો.

પાડોશીઓ ઘ્વારા કારખાના માલિક પર આરોપ

બચાવવામાં આવેલા કર્મચારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રોજ રાત્રે માલિક કારખાનામાં ચોરી રોકવા માટે મુખ્ય દરવાજો બંધ કરી દે છે. જેના કારણે તેઓ બહાર નીકળી શક્યા નહીં. પાડોશીઓ ઘ્વારા કારખાના માલિક પર આરોપ લગાવવામાં આવ્યો કે છેલ્લા 10 વર્ષથી અહીં અવેધ રીતે કામ ચાલી રહ્યું છે.

English summary
Delhi’s Sultanpuri fire 58 year old woman saves 20 wokres life

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.