For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Smog: દિલ્હી સરકારનો આદેશ, રવિવાર સુધી તમામ શાળાઓ બંધ

દિલ્હીમાં પ્રદુષ્ણના કારણે સ્મોગનું પ્રમાણ વધી ગયુ છે. તેથી રવિવાર સુધી દિલ્હીની શાળા કોલેજો બંધ રહેશે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્મૉગનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આથી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શહેરની શાળાઓ માટે નવો આદેશ બાહર પાડ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ રવિવાર સુધી બંધ રહેશે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, બાળકોના સ્વાસ્થ્યના મામલે સમાધાન ન કરી શકાય, માટે રવિવાર સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્મૉગને કારણે બુધાવરે તથા ગુરૂવારે શાળા બંધ રાખવાની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી અને એ સમયે જ સરકારે સંકેત આપ્યા હતા કે, જો પરિસ્થિતિમાં સુધારો ન આવે તો એ પછી પણ શાળાઓ બંધ રાખવામાં આવશે.

Delhi

પબ્લિક હેલ્થ ઇમરજન્સી

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ફેલાયેલ આ ઝેરેલી હવાને કારણે સામાન્ય લોકોને ઘણી તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે, આંખોમાં બળતરા થવાની સમસ્યા વધી છે. આ પરિસ્થિતિને જોતાં લાગી રહ્યું છે, દિલ્હી સરકાર ફરી એકવાર ગાડીઓ પર ઑડ-ઇવન પોલિસી લાગુ કરે. સ્મૉગ અંગે તયેલી બેઠકમાં આ અંગે ચર્ચા પણ થઇ છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રદેશમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. એસોસિએશનના અધ્યક્ષ ડૉ.કે.કે.અગ્રવાલનું કહેવું છે, PM10 મંગળવારીન સરખામણીએ બુધવારે ઓછું છે, પરંતુ હજુ પણ ડરામણા સ્તરે છે. અધ્યક્ષ અનુસાર, લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. તેઓ 2 દિવસ સુધી ઘરની બહાર ન નીકળે અને સવારે ચાલવા જવાનું પણ ટાળે.

English summary
Delhis deputy Chief Minister Manish Sisodia said that school will remain closed till Sunday in capital due to heavy Smog.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X