લૉકડાઉન વચ્ચે દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કોઈ પણ સ્કૂલ ફી નહિ વધારી શકે
કોરોના વાયરસ(કોવિડ-19) સંકટના કારણે દેશમાં 3 મે સુધી લૉકડાઉન લાગેલુ છે. એવામાં સ્કૂલના બાળકોની ફી વિશે દિલ્લી સરકારે મોટુ એલાન કર્યુ છે. શુક્રવારે દિલ્લા ઉપ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યુ કે સરકારે આજે નિર્ણય લીધો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ (ભલે તે સરકારી જમીન પર બનેલી હોય કે બિન સરાકારી જમીન પર) ફી વધારવાની અનુમતિ નહિ આપવામાં આવે. સરકારને પૂછ્યા વિના કોઈ પણ સ્કૂલ ફી વધારી શકશે નહિ.
તેમણે કહ્યુ, કોઈ પણ સ્કૂલ 3 મહિનાની ફી નહિ માંગે, માત્ર એક મહિનાની ટ્યુશન ફી માંગી શકે છે. જે ઑનલાઈન એજ્યુકેન આપવામાં આવી રહ્યુ છે તે બધા બાળકોએ આપવાની રહેશે, જે માતાપિતા ફી ન આપી શકતા તેમના બાળકોએ પણ. કોઈ પણ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન ફી અને અન્ય કોઈ ફી ચાર્જ નહિ કરે.
સિસોદિયાએ કહ્યુ, બધી ખાનગી શાળાઓની એ જવાબદારી હશે કે તે પોતાના બધા સ્ટાફને (ટીચિંગ અને નૉન ટીચિંગ) સમયે સેલેરી ઉપલબ્ધ કરાવે. જો તેમની આવકમાં કોઈ પણ પ્રકારની કમી હોય તો તે પોતાની પેરેન્ટ સંસ્થા પાસેથી પૈસા લઈને તેને પૂરી કરે. જે સ્કૂલ આદેશોનુ પાલન નહિ કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ, મારી જાણમાં એ વાત આવી છે કે ઘણી સ્કૂલ મનમાની રીતે ફી લઈ રહી છે. સ્કૂલ બધ હોવા છતાં ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલી રહી છે. પ્રાઈવટ સ્કૂલોએ આટલા નિમ્ન સ્તરે ઉતરી જવાની જરૂર નથી.
દિલ્લીમાં બાળકોનો અભ્યાસ અને માતાપિતાની મુશ્કેલી વિશે આ કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય છે. રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો શુક્રવારે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ છે કે દિલ્લીમાં આજે કોવિડ-19ના 1640 કેસ છે, આમાં કાલે આવેલા 62 કેસ શામેલ છે. આમાંથી 38ના મોત થઈ ચૂક્યા છે. 34 આઈસીયુમાં છે અને 6 વેન્ટીલેટર પર છે. 1640 કેસમાંથી 885 હોસ્પિટલોમાં ભરતી છે અને બાકી આઈસોલેશન સેન્ટર અને કોવિડ કેર સેન્ટરમાં છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીઃ RBIના આજના નિર્ણયોથી મળશે ખેડૂતો અને ગરીબોને લાભ