દિલ્લી-એનસીઆરમાં પારો પહોંચ્યો 40ને પાર, આ રાજ્યોમાં રેડ એલર્ટ
ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવા સાથે જ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દિલ્લી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન માટે આગલા બે દિવસો માટે રેડ એલર્ટ જારી કરી છે. દિલ્લીમાં તાપમાન 40 સુધી પહોંચી ગયુ છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને કરાવૃષ્ટિ થઈ છે. બેંગલુરુ સહિત કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. રવિવારે દિવસમાં અચાનક અહીં હવામાને વળાંક લીધો અને ભારે પવન સાથે વરસાદ થયો છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયુ છે. વરસાદના કારણે તાપમાનમાં જબરદસ્ત ઘટાડો નોંધવામાં આવ્યો છે.

લૂ માટે રેડ એલર્ટ જારી
સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ કે વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશ માટે લૂ વિશે ઓરેન્જ ચેતવણી પણ જારી કરી છે. તેમણે ચેતવણી આપી કે આગલા બે-ત્રણ દિવસમાં અમુક ભાગોમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચી શકે છે. શ્રીવાસ્તવે કહ્યુ કે આ ગરમીમાં પહેલી વાર છે કે જ્યારે લૂ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે.

સફર ઈન્ડિયાએ પણ જારી કર્યુ હતુ એલર્ટ
આ પહેલા દેશમાં હવામાન વિભાગના મિજાજનુ અનુમાન લગાવનાર વેબસાઈટ સફર ઈન્ડિયાના એક રિપોર્ટમાં પણ દિલ્લી-એનસીઆરમાં મંગળવાર અને બુધવારે માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. સફરના જણાવ્યા મુજબ આ બે દિવસોમાં રાજધાનીને ધૂળ ભરેલા ભારે પવનોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ 25 અને 26 મેના રોજ દિલ્લી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં લૂના થપેડા પડી શકે છે.

અહીં વધશે ગરમી
આઈએમડીએ પહેલા જ ચેતવ્યા હતા કે આજે અને કાલે દેશના અમુક રાજ્યોમાં વરસાદ અને અમુક જગ્યાઓએ લૂ વાશે. વરસાદવાળા રાજ્યોમાં કર્ણાટક,તમિલનાડુ, હરિયાણાના ભિવાની, ફતેહબાદ, હિસાક, ઝીંદ, રોહતક, સિરસા, જમ્મુ કાશ્મીરના અનંતનાગ, બડગામ, બાંદપોર, બારામુલા, બિલાસપુર, ચંબા, ડોડા, ગાંદરબાલ, હમીરપુર, કાંગડા, હિમાચલ અને નાગાલે હતા. આઈએમડીએ રવિવારે કહ્યુ હતુ કે આગલા 4-5 દિવસો સુધી હવામાન આવુ જ રહેશે. માટે અમુક જગ્યાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ હતુ વિભાગ મુજબ આગલા બે દિવસોમાં વધુ ગરમ હવાઓની સંભાવના છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સંભાવના
આઈએમડીના વૈજ્ઞાનિક ડૉ. એન કુમારે જણાવ્યુ કે પંજાબ, હરિયાણા, દક્ષિણ યુપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાના અને તટીય આંધ્રપ્રદેશમાં તાપમાનમાં વધારો ચાલુ રહેશે અને આગલા 5 દિવસમાં આ જગ્યાઓએ હીટવેવથી લઈને ગંભીર હીટવેવ જોવા મળશે. અને અમુક જગ્યાઓએ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. વળી, વિભાગે કહ્યુ કે આવનારા દિવસોમાં રાજધાની દિલ્લી સહીત એનસીઆરમાં ભીષણ ગરમી પડવાની છે અને અહીં પારો 46 ડિગ્રીને પાર કરી શકે છે.
24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ,કુલ સંક્રમિતોની સંખ્યા વધીને થઈ 138845