દિલ્લી હિંસામાં 630 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધી શું થયુ?
નાગરકિતા સુધારા કાયદા(સીએએ) માટે ઉત્તર-પૂર્વ દિલ્લીમાં સોમવારે શરૂ થયેલી હિંસાએ 42 લોકોના જીવ લીધા છે. જ્યારે આ હિંસામાં 250થી વધુ લોકો ઘાયલ છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારે સંખ્યામાં સુરક્ષાબળોની તૈનાતી કરવામાં આવી છે અને હવે આ વિસ્તારોમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. વળી, દિલ્લી પોલિસે ઉત્તર-પૂર્વ દિલ્લીમાં થયેલી આ હિંસાની વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે. ગુરુવારે હિંસામાં મૃતકોની સંખ્યા 38 થઈ ગઈ જ્યારે શુક્રવારે આરોગ્ય વિભાગે વધુ ચાર મોતની પુષ્ટિ કરી.

દિલ્લી હિંસામાં 42 લોકોના મોત
આ હિંસામાં મૃતકોમાં આઈબી ઑફિસર અંકિત શર્મા અને દિલ્લી પોલિસના હેડ કૉન્સ્ટેબલ રતન લાલ પણ શામેલ છે. 42માંથી 26 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા ગંભીર રીતે ઘાયલ થયા છે. વળી, આ હિંસા દરમિયાન એક રિપોર્ટરને પણને ગોળી વાગી હતી જ્યારે ઘણી મીડિયાકર્મીઓને પણ ટોળાએ નિશાન બનાવ્યા હતા. શુક્રવારે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા લાગી છે. પ્રભાવિત વિસ્તારમાં દુકાનો પણ ખુલવા લાગી છે.

દિલ્લી પોલિસે 123 કેસ નોંધ્યા, 630 ધરપકડ
દિલ્લી પોલિસે આ હિંસાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી છે અને આની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી)ની બે ટીમો કરશે. હિંસાના વિવિધ કેસોમાં દિલ્લી પોલિસે 123 કેસ નોંધ્યા છે જ્યારે 630 શંકાસ્પદોની ધરપકડ કરી છે અથવા કસ્ટડીમાં લીધા છે. આ હિંસા દરમિયાન લાલ ટી શર્ટમાં પોલિસ પર પિસ્તોલ તાણવા અને 8 રાઉન્ડ ફાયરિંગ કરવાના આરોપી શાહરુખ હજુ પણ પોલિસની પકડથી બહાર છે.

તાહિર હુસેન પર ગાળિયો કસાયો
દિલ્લી પોલિસે પૂર્વ આપ નેતા તાહિર હુસેન પર ગાળિયો કસવાનુ શરૂ કરી દીધુ છે. તાહિર હુસેન પર હિંસા ભડકાવવા અને આઈબી ઑફિસર અંકિત શર્માની હત્યામાં શામેલ હોવાનો આરોપ છે. પોલિસે કલમ 302 હેટળ તાહિર હુસેન સામે કેસ નોંધ્યો છે અને તેમના ઘરને સીલ કરી દીધુ છે. આઈબી ઑફિસર અંકિત શર્માનુ શબ ચાંદબાગના એક નાળામાંથી મળી આવ્યુ હતુ. ફૉરેન્સિક ટીમ તાહિર હુસેનના ઘરે અને ફેક્ટરીમાં પહોંચી હતી જ્યાં ટીમે નમૂના લીધા છે.

DCWએ મહિલા સામેના ગુનાઓની ફરિયાદોની માહિતી માંગી
સૂત્રો મુજબ ફૉરેન્સિક ટીમે આઈબી ઑફિસરની હત્યાના કેસમાં મહત્વના પુરાવા મેળવ્યા છે. જો કે તાહિર હુસેન પોતાના ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. વળી, દિલ્લી મહિલા પંચે ઉત્તર-પૂર્વ દિલ્લીમાં થયેલી હિંસા દરમિયાન મહિલાઓ સામે ગુનાની બધી ફરિયાદો અને તેમના કરેલ કાર્યવાહીની માહિતી માંગી છે. દિલ્લી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હિંસા પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ પણ કર્યો હતો. સ્વાતિ માલીવાલે કહ્યુ કે તેમણે પોલિસ પાસે માહિતી માંગી છે કે મહિલાઓની હત્યા અને યૌન ઉત્પીડનની કેટલી ફરિયાદો મળી અને એ ફરિયાદો પર પોલિસે શું કાર્યવાહી કરી?
આ પણ વાંચોઃ 'તાજમહેલ-લાલકિલ્લો ના હોત તો શું ગોબર બતાવતા': બાળકે લગાવ્યા નારા Video વાયરલ