For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાઃ પોલિસે શાહરુખના ઘરેથી જપ્ત કરી બંદૂક, કૉન્સ્ટેબલ પર તાકી હતી બંદૂક

દિલ્લી પોલિસે આરોપી શાહરુખ દ્વારા દિલ્લી હિંસામાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ જપ્ત કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર-પૂર્વ દિલ્લીમાં ભડકેલી હિંસા દરમિયાન જાફરાબાદ વિસ્તારમાં ખુલ્લેઆમ પોલિસ પર બંદૂક તાકનાર શાહરુકને ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિસે આરોપી શાહરુખને કોર્ટમાં હાજર કર્યો હતો જ્યાંથી તેને 4 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન દિલ્લી પોલિસે આરોપી દ્વારા ઘટનામાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ જપ્ત કરી લીધી છે.

shahrukh

પોલિસ સૂત્રો મુજબ આરોપી શાહરુખના ઘરેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ બંદૂક જપ્ત કરવામાં આવી છે. આ પહેલા તપાસ કરી રહેલી ટીમે મુઝફ્ફરનગરથી ફરારી માટે ઉપયોગમાં લીધેલી કાર અને મોબાઈલ જપ્ત કર્યા હતા. સૂત્રોનુ કહેવુ છે કે પોલિસને વધુ એક મોબાઈલ ફોનની તપાસ છે જેનો શાહરુખ વધુ ઉપયોગ કરતો હતો. શાહરુખનો દિલ્લી પોલિસના એક જવાન દીપક દહિયા પર બંદૂક તાકવાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

કૉન્સ્ટેબલ પર બૂદૂક તાકવાનો વીડિયો સામે આવ્યા બાદથી જ શાહરુખ ફરાર હતો. દિલ્લી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ શાહરુખે મૌજપુરમાં ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ દરમિયાન કૉન્સ્ટેબલે શાહરુખનો સામનો લાઠીથી કર્યો હતો અને ત્યારે દીપક દહિયાની બહાદૂરીની ઘણી ચર્ચા થઈ હતી. આ મામલે દિલ્લી પોલિસે કૉન્સ્ટેબલે દીપક દહિયાની ફરિયાદ પર શાહરુખ સામે હત્યાની કોશિશનો કેસ ફાઈલ કર્યો છે.
માહિતી મુજબ શાહરુખની ઉંમર 27 વર્ષ છે અને તે દિલ્લીનો રહેવાસી છે. શાહરુખનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. શનિવારે શાહરુખના પોલિસ રિમાન્ડ ખતમ થઈ રહ્યા છે. એવામાં પુરાવા મેળવવામાં લાગેલી પોલિસ અદાલતને તેના રિમાન્ડ વધારવાની માંગ કરી શકે છે. ઉત્તર-પૂર્વ દિલ્લીમાં ભડકેલી હિંસામાં 53 લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ભરતી છે. હિંસાના આ મામલે પોલિસે 1800થી વધુ લોકોની ધરપકડ કરી અથવા કસ્ટડીમાં લીધા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં CIDની વેબસાઈટ હેક, મોદી સરકારને આપવામાં આવી આ ચેતવણીઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં CIDની વેબસાઈટ હેક, મોદી સરકારને આપવામાં આવી આ ચેતવણી

English summary
Delhi Violence: pistol of Shahrukh recovered from his residence, Police Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X