• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્લી હિંસાના ખોફનાક દ્રશ્યોઃ ID કાર્ડ જોઈને લોકોને મારતા ઉપદ્રવીઓ, પોલિસ બની મૂકદર્શક

|

દેશની રાજધાનીમાં કદાચ ક્યારેય આ રીતની ઘટના સામે નહિ આવી હોય કે એક ધર્મ વિશેષના લોકોને નિશાન બનાવીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હોય છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર પૂર્વ દિલ્લીમાં હિંસા ભડકેલી છે જેમાં અત્યાર સુધી 17 લોકોનો જીવ ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. મંગળવારે ઉપદ્રવીઓ હાથમાં દંડા, રૉડ લઈને લોકોને પીટતા જોવા મળ્યા. આ લોકો મુસ્લિમ લોકોની દુકાન અને ઘરમાં આગ લગાવી રહ્યા હતા. જ્યારે દિલ્લીના રસ્તાઓ પર આ બધુ બની રહ્યુ હતુ ત્યારે પોલિસ મૂકદર્શક બનીને જોઈ રહી હતી. દિલ્લીના લોકોને દિલ્લી પોલિસની સૌથી વધુ જરૂરત હતી એ વખતે દિલ્લી પોલિસ તેમની રક્ષા માટે તેમની સામે ન આવી.

પોલિસ બની રહી મૂકદર્શક

પોલિસ બની રહી મૂકદર્શક

મંગળવારે ઘણા યુવકો લોહીથી લથપથ થઈને હોસ્પિટલ પહોંચ્યા, આમાંથી ઘણા લોકોને ગંભીર રીતે પીટવામાં આવ્યા હતા. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સની ટીમ બપોરે 3 વાગે પહોંચી. પરંતુ સુરક્ષાબળોએ ઉપદ્રવીઓને લાઠી-દંડા અને પત્થરોથી પાછળ ધકેલી દીધા. મોડી રાત સુધી સ્થિતિ ઘણી તણાવપૂર્ણ હતી. મુસ્લિમ વિસ્તારોમાંથી ઈમરજન્સી સેવા માટે ઘણા મેસેજ મોકલવામાં આવ્યા. ઉપદ્રવીઓ લોકોના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેમની સાથે મારપીટ કરી રહ્યા હતા. મહત્વની વાત એ છેકે પોલિસની સામે ઉપદ્રવી ઉત્પાત મચાવી રહ્યા અને પોલિસ લાચાર થઈને મૂકદર્શક બની રહી.

અમે તૈયાર થઈને આવ્યા છે

અમે તૈયાર થઈને આવ્યા છે

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર મંગળવારે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મૌજપુર, બાબરપુર, કબીરનગર, વેસ્ટ જ્યોતિ નગર, ગોકુલપુરીમાં ઉપદ્રવીઓ કાયદો હાથમાં લઈને રસ્તા પર ઉત્પાત મચાવતા રહ્યા. આ લોકોના હાથમાં લોખંડની રૉડ અને પત્થર લઈને રસ્તા પર ફરતા રહ્યા હતા. વૃંદાવનના એક 21 વર્ષીય પૂજારીએ જણાવ્યુ કે અમે ગઈ રાતની ભૂલ ફરીથી ન કરી શકીએ. અમે રાતે સૂઈ નથી શક્યા. મહત્વની વાત એ છે કે આ લોકો પોલિસની નજર સામે હાથમાં પત્થર અને લાઠી લઈને રસ્તા પર ફરી રહ્યા હતા.

હિંદુ શેર હોય છે, સૂતો નથી

હિંદુ શેર હોય છે, સૂતો નથી

સવારે 11.45 વાગે છજ્જુપુર-કબીરનગર રોડ પર 6 પોલિસકર્મી ઉભા રહીને આ સેંકડો ઉપદ્રવી જેમના હાથમા પત્થર, લાઠી વગેરે હતા અને તેમણે પોતાના મોઢા બાંધી રાખ્યા હતા. આ લોકો નારેબાજી કરીને મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા. જ્યારે આ લોકો સનાતન ધર્મ મંદિર પાસે એકઠા થયા તો તેમાંથી એક વ્યક્તિએ કહ્યુ કે ત્રણ દિવસો સુધી મુસલમાનોએ અમારા ઘરોમાં પત્થરો ફેંક્યા છે, અમારા પર હુમલા કર્યા, અમારી ગાડીઓ ફૂંકી દીધી, અમને જણાવવામાં આવ્યુ કે આ લોકોએ સ્મશાન ઘાટ પર શિવમૂર્તિ તોડી દીધી. છેવટે અમે ક્યાં સુધી શાંત રહીશુ. એટલા માટે હવે અમે બહાર આવ્યા છે, અમે રાતે સૂઈ નથી શક્યા. હિંદુ શેર સૂતો નથી.

હાથમાં લાઠી-દંડા

હાથમાં લાઠી-દંડા

મૌજપુર ચોકથી જીટીબી હોસ્પિટલ વચ્ચે નાના-નાના જૂથમાં યુવક ટોળા બનાવીને ઉભા હતા. આ લોકોના હાથમાં લાઠી-દંડા પત્થરો હતો, આમાંથી એક યુવકે જણાવ્યુ કે કબીરનગર કે જે મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે, અમારે તૈયાર રહેવાની જરૂર છે. અમારાથી દરેક કોઈ ઘરેથી આ બધુ લઈને નથી આવ્યુ, જેને જે મળ્યુ તે લઈને આવ્યા છે. અહીં હાલમા જ એક દુકાનનુ દિલ્લી સરકારમાં મંત્રી ગોપાલ રાયે ઉદઘાટન કર્યુ હતુ. અહીં ઉદઘાટનના બોર્ડને યુવકોએ તોડ્યુ અને તેમાં લાગેલી રૉડને લઈ લીધા અને સીસીટીવી કેમેરા તોડી દીધા. ત્યારબાદ એક યુવકે હસતા હસતા કહ્યુ મળી ગયુ.

ખુલ્લેઆમ મારપીટ

ખુલ્લેઆમ મારપીટ

બપોરે 1.30 વાગે મૌજપુર ચોકથી દૂર્ગાપુરી ચોક જતા રસ્તા પર લોકોએ બાઈક સવાર બે મુસ્લિમ યુવકોને રોકી લીધા અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા. પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ અશ્રુગેસના ગોળા છોડી આ લોકોને વિખેર્યા. પરંતુ થોડી વારમાં જ આ લોકો પાછા ભેગા થઈ ગયા. તમને જણાવી દઈએ કે હુલ્લડ પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144ને લાગુ કરી દેવામાં આવી છે પરતું છજ્જુપુરમાં માત્ર 20 પોલિસકર્મી તૈનાત હતા અને આ લોકો આ ઉપદ્રવીઓને રસ્તા પર ફરતા જોઈ રહ્યા હતા. આ લોકો પોલિસ સામે લાઠી-દંડા લહેરાવીને નીકળી રહ્યા હતા પરંતુ પોલિસ માત્ર દર્શક બની રહી.

ઓળખપત્રની તપાસ કરી રહ્યા હતા ઉપદ્રવી

ઓળખપત્રની તપાસ કરી રહ્યા હતા ઉપદ્રવી

દિલ્લીના રસ્તા પર ફરી રહેલા આ નકાબધારી ઉપદ્રવીઓ લોકોના ઓળખપત્ર ચેક કરી રહ્યા હતા. બપોરે લગભગ 2 વાગે મૌજપુર ચોક પાસે જ્યાં દિલ્લી પોલિસકર્મીઓની સંખ્યા વધુ હતી ત્યાં ખૂબ જ અવાજ આવવા લાગ્યો, ઉપદ્રવીઓએ મુસ્લિમ યુવકો સાથે મારપીટ શરૂ કરી દીધી. જો કે પોલિસ બચાવ માટે આગળ આવી પરંતુ ત્યાં સુધી ઉપદ્રવીઓએ યુવકોની ગંભીર રીતે મારપીટ કરી દીધી હતી. આમાંથી એક યુવકે કહ્યુ કે આ તો બચી ગયો હશે, બીજા બેને તો બહુ ગંભીર રીતે માર્યા છે. આ લોકો અમારા પર હુમલો કરી રહ્યા હતા. જો આ અમારા લોકોને મારશે તો અમે તેમને મારીશુ.

આ પણ વાંચોઃ Balakot Air Strike: રાતે 3:40 વાગે ઈન્ટરનેટ પર શું ફેંદી રહ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી?

English summary
Delhi Violence: Protesters were roaming on the streets with iron rod lathi police remained spectator.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more