For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખની બરેલીથી ધરપકડ

દિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખની બરેલીથી ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં 24 ફેબ્રુઆરીએ થયેલ રમખાણો વચ્ચે મૌજપુરમાં ફાયરિંગ કરનાર આરોપી શાહરુખની ઉત્તર પ્રદેશના બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમે યૂપી પોલીસની સહાયતાથી દિલ્હી હિંસા દરમિયાન ગોળી ચલાવનાર શાહરુખની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે દિલ્હી હિંસા દરમિયાન શાહરુખનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કેટલાય રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો હતો. દિલ્હીના મૌજપુરમાં હિંસા દરમિયાન ગોળી ચલાવવાના આરોપમાં દિલ્હી પોલીસને તેની તલાશ હતી, ઘટના બાદથી તે ફરાર હતો.

પરિવાર સાથે ફરાર થયો હતો

પરિવાર સાથે ફરાર થયો હતો

પ્રાપ્ત જાણકારી મુજબ શાહરુખની ઉંમર 27 વર્ષની છે અને તે દિલ્હીનો જ રહેવાસી છે, શાહરુખનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તે જિમનો શોખીન છે. મીડિયામાં એવા અહેવાલ છે કે શાહરુખના પિતા પર ડ્રગ પૈડલર સહિત કેટલાય કેસ નોંધાયેલા છે અને તે જામીન પર બહાર આવેલ છે, હિંસા દરમિયાન શાહરુખ પાસે હથિયાર ક્યાંથી આવ્યાં, તે એક મોટો સવાલ છે, ઘટના બાદથી જ દિલ્હી પોલીસને તેની તલાશ હતી.

દિલ્હી અને યૂપી પોલીસની ટીમે અભિયાન ચલાવ્યું

દિલ્હી અને યૂપી પોલીસની ટીમે અભિયાન ચલાવ્યું

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમને ખુફિયા જાણકારી મળી હતી કે તે ઉત્તર પ્રદેશના બરેલીમાં છૂપાયેલો છે. દિલ્હી પોલીસની ટીમે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંયુક્ત અભિયાનમાં મંગળવારે શાહરુખની ધરપકડ કરી લીધી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ તેની પૂછપરછ ચાલુ છે અને ક્રાઈમ બ્રાંચ શાહરુખના સહયોગિઓની પણ તલાશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ શાહરુખે મૌજપુરમાં કેટલાય રાઉંડ ફાયરિંગ કર્યા હતા, દિલ્હી પોલીસના એક જવાન પર બંદુક દાગી હોવાનો પણ વીડિયો વાયરલ થયો હતો.

ડંડો ઉઠાવી ડરાવવાની કોશિશ કરી હતી

ડંડો ઉઠાવી ડરાવવાની કોશિશ કરી હતી

દિલ્હી પોલીસમાં તહેનાત દીપક દહિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મૌજપુરમાં જ્યારે મેં એ શખ્સને હાથમાં બંદૂક લઈ મારી તરફ આવતો જોયો તો મેં મારો ડંડો ઉઠાવી તેને ડરાવવાની કોશિશ કરી અને તેમાં સફળ પણ થયો. જે બાદ શાહરુખે બીજી તરફ એક રાઉન્ડ ફાયર કર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર દીપક દહિયા અને શાહરુખને વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસના જવાનના વખાણ થઈ રહ્યા છે.

હિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલહિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલ

English summary
Delhi Violence Shah Rukh who Firing at jafrabad Arrested in Bareilly UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X