For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર, ચોંકાવનારી રિપોર્ટ

દેશની રાજધાની ની હવા હવે લોકો માટે સુરક્ષિત નથી રહી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની ની હવા હવે લોકો માટે સુરક્ષિત નથી રહી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર છે. જયારે મુંબઈ આ લિસ્ટમાં ચોથા નંબરે છે. ડબ્લ્યુએચઓ એર કવોલિટી આંકડા અનુસાર બંને શહેરો પ્રદુષિત શહેરોની લિસ્ટમાં ટોચ પર છે. આ આંકડા એવા શહેરના છે જેમાં લોકોની વસ્તી 1.4 કરોડ અથવા તેના કરતા વધારે છે. મિશ્ર નું શહેર ગ્રેટર કાયરો આ લિસ્ટમાં બીજા નંબરે છે. ત્યારપછી બાંગ્લાદેશની રાજધાની ઢાકા ત્રીજા નંબરે આવે છે. જયારે ચીનની રાજધાની બેજિંગ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.

90 ટકા લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લે છે

90 ટકા લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લે છે

રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં રહી રહેલા 90 ટકા લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લે છે. આંકડાઓ અનુસાર દુનિયામાં હવાના પ્રદુષણ માટે સૌથી મોટું કારણ ઉદ્યોગથી નીકળતો ધુમાડો, કાર અને ટ્રક થી નીકળતો ધુમાડો જવાબદાર છે. પ્રદુષિત હવાના કારણે 42 લાખ લોકોની મૌત થઇ ચુકી છે. ભારત પણ પ્રદુષણની સમસ્યાને લાંબા સમય થી વેઠી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ઘણા નાના શહેરોમાં પ્રદુષણનું સ્તર ઘણું વધારે છે. એકલા દિલ્હીમાં 1.7 કરોડ લોકો પ્રદુષિત હવામાં શ્વાસ લેવા માટે મજબુર છે.

સરકાર પગલાં ભરી રહી

સરકાર પગલાં ભરી રહી

દિલ્હી સતત પ્રદુષિત શહેરોની લિસ્ટમાં છે. દિલ્હી સિવાય બીજા ઘણા નાના શહેરો હવાના પ્રદુષણની ઝપટમાં છે. આ સમસ્યા સામે સરકાર અને ન્યાયપાલિકા સતત સખત પગલાં ભરી રહી છે. પર્યાવરણ મંત્રાલય પણ નેશનલ ક્લિયર એર પ્રોગ્રામ ડ્રાફ્ટ લાવવા માટે તૈયારી કરી રહ્યું છે જેના કારણે પ્રદુષણ ઓછું થઇ શકે.

પ્રદુષણ બોર્ડ નિષ્ફળ

પ્રદુષણ બોર્ડ નિષ્ફળ

સરકાર લોકો પાસે 17 મેં સુધી ડ્રાફ્ટ બનાવતા પહેલા તેમની સલાહ લઇ રહી છે કે કઈ રીતે પ્રદુષણ ઓછું કરવામાં આવે. સેન્ટ્લ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ અધ્યક્ષ પ્રશાંત ગર્ગવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્વાસ્થ્યને લઈને તેઓ સતત જરૂરી પગલાં ભરી રહ્યા છે. તેમને કહ્યું કે તેઓ 20 શહેરોની હવાની તપાસ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર કેવી અસર પડી રહી છે. ત્યાં જ એક્ટિવિસ્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રદુષણ બોર્ડ પુરી રીતે નિષ્ફળ રહ્યું છે.

English summary
Delhi worlds most polluted city of the world mumbai on the four rank says who
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X