For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી છોડી, 100 રૂપિયાની નકલી નોટ બનાવવા લાગ્યો

ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી 100 રૂપિયાની નોટ બનાવવાના આરોપમાં અનમોલ નામના એક યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી 100 રૂપિયાની નોટ બનાવવાના આરોપમાં અનમોલ નામના એક યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસને આરોપી પાસેથી 100 રૂપિયાની 17 લાખની નોટો મળી આવી છે. પોલીસે રાજોરી ગાર્ડન પાસે આવેલા તેના ઘરમાંથી 17 લાખ રૂપિયાની નકલી નોટ, સ્કેનર, પ્રિન્ટર અને કટર મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ અત્યારસુધીમાં દિલ્હી એનસીઆરમાં લગભગ 8 થી 10 લાખ રૂપિયાની નકલી નોટો ચલાવી ચુક્યો છે. યુવકે નકલી નોટ છાપવાનું યુટ્યુબ ઘ્વારા શીખ્યું હતું. આ યુવક છેલ્લા 7 મહિનાથી નકલી નોટ છાપી રહ્યો હતો.

નોટબંધી દરમિયાન નકલી નોટ છાપવાનો આઈડિયા આવ્યો

નોટબંધી દરમિયાન નકલી નોટ છાપવાનો આઈડિયા આવ્યો

અનમોલ એક મલ્ટીનેશનલ કંપનીમાં કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. આ નોકરી ઘ્વારા તેના શોખ પુરા થતા ના હતા. એટલા માટે તેને પૈસા કમાવવાનો સરળ રસ્તો શોધી નાખ્યો. નોટબંધી પછી બજારમાં નાની નોટોની તંગી થવા લાગી, ત્યારે જ તેના દિમાગમાં નકલી નોટ છાપવાનો આઈડિયા આવ્યો. તેને યુટ્યુબ ઘ્વારા નકલી નોટ છાપવાનું શીખ્યું.

ઓટો ચાલક અને રેંકડી વાળા પાસે નકલી નોટ ચલાવતો

ઓટો ચાલક અને રેંકડી વાળા પાસે નકલી નોટ ચલાવતો

ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ સંદીપ મોર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ યુવક ફક્ત 100 રૂપિયાની જ નકલી નોટ છાપતો હતો. તે આ નોટો ઓટો ચાલક અને રેંકડીવાળા પાસે ચલાવતો હતો. રીક્ષા ચાલક ને 10 રૂપિયાના ભાડામાં 100 રૂપિયા આપતો અને તેમની પાસથી 90 રૂપિયા છુટ્ટા લઇ લેતો. તેવી જ રીતે ચા, કેળા, પાણીની બોટલ ખરીદવા માટે તે નકલી નોટો વાપરતો. રાતના સમયે 100 રૂપિયાની નકલી નોટ પર કોઈ આટલું ધ્યાન આપતું ના હતું.

અત્યારસુધીમાં 10 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ચલાવી ચુક્યો છે

અત્યારસુધીમાં 10 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ચલાવી ચુક્યો છે

પોલીસની પુછપરછમાં અનમોલ જણાવ્યું કે એક દિવસમાં તે 20 થી 25 નોટો ચલાવી લેતો હતો. અત્યારસુધીમાં તે 10 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ચલાવી ચુક્યો છે. પોલીસે 5 જુલાઇએ એક સૂચનાના આધારે અણમોલને એનએચપીસી મેટ્રો સ્ટેશન પાસેથી પકડી લીધો. આ સમયે પોલીસે તેની પાસેથી 100 રૂપિયાની 70 નોટો મેળવી. તે સમયે તેને પોલીસને જણાવ્યું હતું કે તેને એક યુવક 4000 રૂપિયામાં 10 હજાર રૂપિયાનું બંડલ આપીને જતો હતો.

English summary
Delhi youth has been arrested for printing and circulating fake Rs 100 currency notes in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X