For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ, અસહમત હતા તો રજીનામું કેમ ન આપ્યું: રાહુલ

રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ છેઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નોટબંધી પર પૂર્વ મુખ્ય સલાહકાર અરવિંદ સુ્બ્રમણ્યનના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે નોટબંધી પણ રાફેલની જેમ જ એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તપાસ કરાવીને દોષિતોને સજા આપવી જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન નોટબંધીના ફેસલાથી સહમત નહોતા તો તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું.

સુબ્રમણ્યને રાજીનામું કેમ ન આપ્યું?

સુબ્રમણ્યને રાજીનામું કેમ ન આપ્યું?

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકારને આડેહાથ લીધી, જેમાં લખ્યું 'નોટબંધી રાફેલ ડીલની જેમ ભારત વિરુદ્ધ ગુનો અને એક મોટું કૌભાંડ હતું. મનોહર પાર્રિકરે પણ ખુદને બચાવવા માટે રાફેલથી દૂરી બનાવી રાખી. અરવિંદ સુબ્રમણ્યન પણ આવું જ કરી રહ્યા છે. હજુ હેરાન છું કે જ્યારે તેઓ આટલા અસહમત હતા તેમણે હજુ રાજીનામું કેમ ન આપ્યું? ભારતના લોકો, ચિંતા ન કરો, દોષિતોને સજા આપવામાં આવશે.'

રાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ

અગાઉ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને મોદી સરકારના નોટબંધીના ફેસલા પર પોતાની ચુપ્પી તોડતા આને અયોગ્ય ગણાવ્યો હતો. એમણે કહ્યું હતું કે આ ફેસલાના કારણે દેશની અર્થવ્યવસ્થા 7 ક્વાર્ટરના સૌથી નીચલા સ્તર પર જઈ પહોંચી છે.

પૂર્વ આર્થિક સલાહકારે નોટબંધીને નાણાકીય ઝાટકો ગણાવ્યો

પૂર્વ આર્થિક સલાહકારે નોટબંધીને નાણાકીય ઝાટકો ગણાવ્યો

એમણે કહ્યું કે નોટબંધીના આ ફેસલાના કારણે બજારમાં ઉપલબ્ધ 86 ટકા કરન્સી પરત મંગાવી લેવામાં આવી હતી. આ કારણે ગ્રોથમાં ઘટાડો આવવો પહેલાની સરખામણીએ વધુ તેજ થઈ ગયો. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કહે છે કે આમાં કોઈ વિવાદ નથી કે નોટબંધીના કારણે ગ્રોથ રેટ પણ ધીમો થયો છે.

નબળાં ચોમાસા બાદ સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ આંદોલન છેડ્યુંનબળાં ચોમાસા બાદ સરકારે નર્મદા કેનાલ બંધ કરતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ આંદોલન છેડ્યું

English summary
Demonetisation: rahul gandhi says Arvind Subramanian Should Have Resigned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X