For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવે ડેન્ગ્યૂથી બચવા માટે આપ્યા નુસખા

|
Google Oneindia Gujarati News

દિલ્હી હોય કે ગુજરાત ડેન્ગ્યૂનો કહેર ભારતભરમાં એક મહામારીની રીતે ફેલાયો છે. વળી આ જ કારણે અનેક લોકોની મૃત્યુ પણ થઇ રહી છે. જેના કારણે લોકોમાં આ બિમારીને લઇને ભય વધી રહ્યો છે. અને તમામ લોકો તેનાથી બચાવા માટેના તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

એટલું જ નહીં દિલ્હી તો એવા હાલ છે કે હોસ્પિટલમાં દર્દી માટે હવે કોઇ બેડ બાકી નથી રહ્યા તો સામે પક્ષે ગુજરાતમાં પણ રોજ રોજ છાપાંમાં કોઇને કોઇ વ્યક્તિની મોત ડેન્ગ્યૂના કારણે થઇ હોય તેવા સમાચારો છાશવારે આવે છે. ત્યારે આ તમામ સમસ્યાઓની વચ્ચે લોકોની મદદને આવ્યા છે બાબા રામદેવ. હાલમાં યોગગુરુ બાબા રામદેવે ડેન્ગ્યૂથી બચવા માટે કેટલાક રામબાણ ઇલાજો બતાવ્યા છે. તો શું છે આ રામબાણ ઇલાજો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ડેન્ગ્યૂથી ડરો નહીં: બાબા રામદેવ

ડેન્ગ્યૂથી ડરો નહીં: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ લોકોને ડેન્ગ્યૂના કહેરથી ભયભીત ના થવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ડેન્ગ્યૂ કોઇ તેવી બિમારી નથી કે જેનો ઉપચાર ના થશે શકે માટે છે તેનાથી ડરવાને અને હેરાન થવાની જરૂર નથી.

સાવચેતી રાખો: બાબા રામદેવ

સાવચેતી રાખો: બાબા રામદેવ

જો કે સાથે જ રામદેવ બાબાએ જણાવ્યું કે તેનાથી ભયભીત થવા વગર ડેન્ગ્યૂ ના થાય તેની સાવચેતી તમામ લોકોએ રાખવી જોઇએ. અને પાણીનો ભરાવો કોઇ પણ જગ્યા ના થાય, મચ્છરોનો નાશ કરવાના પ્રયાસો હાથ ધરવા જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.

ધરેલુ ઉપચાર

ધરેલુ ઉપચાર

વળી બાબા રામદેવ જણાવ્યું કે લોકોએ ધરેલું ઔષધી અને જડીબુટ્ટીનો ઉપયોગ કરીને પણ આ બિમારીથી બચાવા માટે પ્રયાસ કરવો જોઇએ.

રામદેવ બાબાના ઉપચારો

રામદેવ બાબાના ઉપચારો

યોગગુરુ રામદેવ બાબા ડેન્ગ્યૂથી બચવા માટે ગરુચ (હાર્ટ શેપના પત્તાવાળી વેલ)ના પત્તાનો રસ પીવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ગિલોય કે ગરુચ કહેવાતા આ છોડમાં ડેન્ગ્યૂ જેવી બિમારીથી બચાવના અનેક ગુણો રહેલા છે.

એલોવેરા રસ

એલોવેરા રસ

સાથે બાબા રામદેવે એલોવેરા રસ અને પપૈયાના પાનના રસને પણ આ બિમારી માટે અસરદાર ગણાવ્યા છે.

દાડમના દાણા

દાડમના દાણા

વળી બાબા રામદેવનું માનીએ તો દાડમનો રસ પણ આ બિમારીની અક્ષીર દવા છે. જેનાથી ડેન્ગ્યૂનો ઉપચાર થઇ શકે છે.

કોઇ વૈજ્ઞાનિક આધાર નથી

કોઇ વૈજ્ઞાનિક આધાર નથી

જો કે બાબા રામદેવની આ આયુર્વેદિક ઔષધિઓ વૈજ્ઞાનિક રીતે કેટલી ફાયદાકારક છે તેની કોઇ અધિકૃત પૃષ્ટિ નથી.

બાબા રામદેવનું કહેવું

બાબા રામદેવનું કહેવું

જો કે તેમ છતાં બાબા રામદેવનું કહેવું છે કે આ પ્રાચીન કાળમાં લખેલી જૂની આયુર્વેદિક પદ્ધતિઓથી ડેન્ગ્યૂની બિમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

બાબા રામદેવ

બાબા રામદેવ

નોંધનીય છે કે અનેક લોકોને બાબા રામદેવના આયુર્વેદિક ઉપચારો પર ખુબ જ વિશ્વાસ છે ત્યારે તમે પણ આ લેખ તમે લોકોના લાભાર્થે શેયર કરી શકો છો.

English summary
Amid the raging Dengue crisis in the National Capital, Yoga guru Baba Ramdev today suggested herbal cures for the deadly fever that has so far consumed 15 lives in Delhi alone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X