દિલ્લીમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, આ રાજ્યોમાં શીત લહેરની એલર્ટ, ચૂરુમાં ઠંડીએ તોડ્યો 46 વર્ષનો રેકૉર્ડ
Weather Updates: સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ઠુઠવાઈ રહ્યુ છે. દેશનુ દિલ એટલે કે દિલ્લી ગાઢ ધૂમ્મસની ચાદરમાં લપેટાયેલુ છે. ધૂમ્મસના કારણે દિલ્લીમાં આજે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે. જેના લીધે અવર-જવરમાં ઘણી મુશ્કેલી આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયલ રહી શકે છે. વળી, અમુક રાજ્યોમાં શીત લહેરની એલર્ટ પણ જારી કરવામાં આવી છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

ચૂરુમાં ઠંડીએ તોડ્યો 46 વર્ષનો રેકૉર્ડ
વળી, આજે પંજાબના અમૃતસરમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમૃતસરમાં આજે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વળી, રાજસ્થાનના ચૂરુમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડી રહી છે. ચૂરુમાં દિવસનુ તાપમાન લગભગ 8 ડિગ્રી અને રાતનુ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ જેટલુ ઘટી ગયુ છે. વર્ષ 1973 બાદથી અહીં હવે આટલી ઠંડી પડી રહી છે. અહીં 46 વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. રાજસ્થાનના ચૂરુમાં -1.5 ડિગ્રી તાપમાન સાથે સવાર થઈ છે. હવામાનની આ જ સ્થિતિત આવતા ત્રણ-ચાર દિવસ સુધી રહેવાની છે અને આના કારણે આઈએમડીએ દેશના ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરી છે.

પહાડોની હિમવર્ષની અસર મેદાની વિસ્તારોમાં
પહાડોની હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં થઈ રહી છેે અને આના કારણે દિલ્લી સહિત આખા ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી પડી રહી છે. આઈએમડીએ જણાવ્યુ કે નવા વર્ષની શરૂઆતમાં તાપમાનમાં વધારો થશે પરંતુ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે આવતા ચાર દિવસો દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, દિલ્લી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક ભાગોાં શીત લહેરની સ્થિતિ સંભવ છે પરંતુ નવા વર્ષના આગાઝ બાદ હવામાનમાં ફરીથી પરિવર્તન થશે માટે બધાએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે.

3-5 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે
1 અને 2 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં સવારમાં ગાઢ ધૂમ્મસ થવાની સંભાવના છે અને આના કારણે અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. લુધિયાણામાં ગાઢ ધૂમ્મસના કારણે ખરાબ દ્રશ્યતા આવે છે. આઈએમડી મુજબ શહેરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. મોટાભાગે રાજ્યોાં લઘુત્તમ તાપમાન ઘટી રહ્યુ છે. હવામાન વિભાગ મુજબ 31 ડિસેમ્બર સુધી ઉત્તર ભારતના મોટાભાગના ભાગોમાં 3-5 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે.

તમિલનાડુ-કર્ણાટકમાં થશે વરસાદ
કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનો દોર આવતા સપ્તાહે પણ ચાલુ રહેવાનો છે. જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના રાજ્યોમાં આવતા અમુક દિવસો દરમિયાન હવામાન સૂકુ રહેશે. પરંતુ તમિલનાડુ-કર્ણાટકમાં ન્યૂ યરની શરૂઆત વરસાદથી થઈ શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડી શકે છે. વળી, આવતા 3 દિવસ નૉર્થ ઈન્ડિયાના ઘણા રાજ્યો ધૂમ્મસ અને ઠંડી હવાઓની ચપેટમાં રહેશે.